યૌન શોષણ : આખરે પ્રજાપતિ અને અલી સામે જાતીય સતામણીની ફરિયાદ, બંનેને ઉઠાવી લેવાયા, શું છે પ્રાવધાન ? જાણો વિગતવાર

0
1569

જામનગર : આખરે જે પ્રકરણમાં જામનગર વગોવાયું છે તે યૌન શોષણ પ્રકરણમાં પોલીસે આખરે ફરિયાદ નોંધી છે. મુખ્ય આરોપી સહિતનાઓ સામે પોલીસે ફરિયાદ નોંધી બે સખ્સોને ઉઠાવી લીધા છે જેમાં મુખ્ય આરોપીનો પણ સમાવેશ થાય છે. જો કે યૌન શોષણ મામલે માત્ર છેડછાડ થયાંની ફરિયાદ નોંધવામાં આવતા પ્રકરણ રફેદફે થઇ જશે એવી પણ અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા એક સપ્તાહથી જામનગરની જીજી કોવીડ હોસ્પિટલ યૌન શોષણ મામલે વગોવાઈ છે. બીજા વેવમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતા મહીલા અને પુરુષ એટેન્ડન્ટ સ્ટાફની હંગામી ભરતી કરવામાં આવી હતી. જેમાં ભરતી થયેલ યુવતીઓ પૈકીની ૫૦થી વધુ યુવતીઓ સાથે જાતીય સતામણી થઇ હોવાની વિગતો સામે આવતા આ મુદ્દે રાજ્યવ્યાપી બન્યો હતો. જેને લઈને તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટીએ ભોગગ્રસ્તોના નિવેદનો નોંધ્યા હતા. જેની સામે પણ યુવતીઓ અને મહિલા સંગઠને આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ સતત એક સપ્તાહ સુધી માત્ર તપાસ અને નિવેદનો  નોંધવા સુધીની જ કાર્યવાહી થઇ હતી. પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ પ્રકરણમાં રાજકારણ પણ જોડાઈ ગયું હતું. ત્યારબાદ આજે મહીલા સંગથને ધરણા કરતા આ પ્રકરણ ફરિયાદ સુધી પહોચ્યું છે.

સીટી બી ડીવીજન પોલીસે આજે મુખ્ય આરોપી લોમેશ પ્રજાપતિ અને અલી અકબર સામે જાતીય સતામણી સબબ આઈપીસી કલમ ૩૫૪, ૩૫૪ એ અને ૩૫૪ બી તેમજ 509 મુજબ ફરિયાદ નોંધી છે. એએસપી નીતેશ પાંડેના જણાવ્યા મુજબ આ કલમ પૈકીની કલમ ૩૫૪ બી નોન બેલેબલ છે. જયારે તપાસ દરમિયાન જે સખ્સોના નામ સામે આવશે તેના નામ ફરિયાદમાં ઉમેરી કાર્યવાહી કરવામાં આવશે.

ફરિયાદ નોંધતા પૂર્વે જ પોલીસે બંને આરોપીઓને ડીટેઈન કરી લીધા હતા. જેનો કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો છે. લાંબા સમય બાદ યૌન શોષણ મામલે ફરિયાદ નોંધવામાં આવતા ફરી આ પ્રકરણ ચર્ચામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here