જામનગર : ફાધર ડે ઉજવયાના ત્રીજા દિવસે જ પુત્રએ પિતાને ધમકાવી કહ્યું કે…

0
380

જામનગર અપડેટ્સ : ગત રવીવારે પિતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી, સોશ્યલ મીડિયામાં આખો દિવસ મેસેજની ભરમાર રહી, ફાધર ડે ગયાંને હજુ બે દિવસ થયા છે ત્યાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે કપાતર પુત્રએ પિતા સામે બિભત્સ વાણી વિલાસ આચરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. ખેતીની જમીનના ભાગ બાબતે આરોપી પુત્રએ ધાક-ધમકી આપી હોવાનું જાહેર થયું છે.

આપણા સમાજની વરવી વાસ્તવિકતા એ છે કે આજે વિભાજીત થતા પરિવારો વચ્ચે સર્જાતા મનદુઃખને લઈને સમાજ તૂટી રહ્યો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તાલુકા મથક 12 કિ.મી. દૂર આવેલા નપાણીયા ખીજડીયા ગામે ગઇકાલે બપોરે ધનજીભાઇ દામજીભાઇ ફળદુ (ઉ.વ.68)નામના પટેલ વૃધ્ધ સામે તેના પુત્ર નાગજી ફળદુએ બેફામ વાણી વિલાસ આચર્યો હતો. ખેતીની જમીનના બાબતે  બિભત્સ વાણી વિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે જમીન પિતાએ સિંચન કરી પુત્રનો ઉછેર કર્યો એ જ જમીન બાબતે પુત્રએ નમક હરામી કરતા કળીયુગનો વરવો નમૂનો સામે આવ્યો છે. આમેય કહેવત મુજબ જર, જોરૂ અને જમીન ત્રણેય કજીયાના છોરૂને વધુ એક વખત સમર્થન મળ્યું છે. પોલીસે આ શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here