ઘટસ્પોટ : કતલખાને ધકેલાતા ગૌવંશમાં ભાજપના હોદ્દેદાર-સરપંચ પતિની સંડોવણી

0
1941

જામનગર અપડેટ્સ : રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા પાસેથી ગામના પાટીયા પાસેથી પકડાયેલ અને કતલ ખાને ધકેલવામાં આવી રહેલ ગૌ વંશ પ્રકરણમાં ભાજપના જ નેતાની સંડોવણી સામે આવી છે. કતલખાને ધકેલાતા 13 ધણખુટને મુકત કરાવી પોલીસે પાંચ પરપ્રાંતીય શખ્સોની ધરપકડ કરી છે. ભાજપના નેતાની બીજી વખત સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર – રાજકોટ ધોરી માર્ગ પરના ધ્રોલ નજીક આવેલા સોયલ ટોલ નાકા પાસે ગઇકાલે ધ્રોલ પોલીસે જી.જે.૦૯ વાય.૯૮૭૬ નંબરના ટ્રકને આંતરી લીધો હતો. આ ટ્રક અંદરથી ખીચોખીચ હાલતમાં ભરી દેવાયેલ 13 ધણખુટ મળી આવ્યા હતા. આ ધણખુટને કતલ કરવાના ઇરાદે પગે તથા શિંગળાના ભાગે બાંધીને, પાણી તથા ઘાસચારો આપ્યા વગર ક્રુરતા પૂર્વક પરિવહન કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે ટ્રક ચાલક અશોક રામસીંગ વલવી, હાન્યા જીરયા વલવી, નંદલાલ બોડા પાવરા, આનંદા ગેનુ નાયક નામના શખ્સોની અટકાયત કરી ગૌ વંશને મુક્ત કરાવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમા જોડિયા-હડિયાણાના ભાજપના નેતા જયસુખભાઇ પરમારે ગૌ વંશને ટ્રકમાં ભરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને જોડિયા ભાજપના મહામંત્રી તરીકેનો હોદો ધરાવતા જયસુખ પરમાર સહિતના શખ્સો સામે પશુ સરક્ષણ અધિનિયમ 2017ની કલમ 6એ, 1,3,4,8/2 મુજબ ફરિયાદ નોંધી હતી. ભાજપના નેતા સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે. ભાજપમાં હોદ્દો ધરાવતા આ એ જ ભાજપના નેતા છે જેની સામે ત્રણેક વર્ષ પૂર્વે પણ આવી જ રીતના પશુઓને કતલખાને ધકેલાતા હોવાના આક્ષેપો લાગ્યા હતા. ત્યારબાદ બીજી વખત નેતાની સંડોવણી સમયે આવતા ભાજપના નેતાઓ શરમસાર થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here