યૌન શોષણ : તપાસ કમિટી કેમ ઢીલી ? કઈ ‘ખાનગી’ એજન્સી છે ? ‘ટચ’ કરવો એટલે શું ? અનેક સવાલો વચ્ચે અટવાયું પ્રકરણ, વાંચો વિસ્તારથી

0
708

જામનગર અપડેટ્સ : જામનગરની જીજી હોસ્પિટલનું યૌન શોષણ હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્રણ દિવસથી પીડિત યુવતીઓ દર દર ભટકી રહી છે. પ્રાંત અધિકારીના વડપણ નીચે રચાયેલ કમિટી અમુક  યુવતીઓના નિવેદન નોંધ્યા છે. નિવેદન આપી ચૂકેલ યુવતીઓના નિવેદનમાં આડા-અવળા સવાલો કરી મનઘડત સ્ટેટમેંટ લેવામાં આવતા હોવાની યુવતીઓએ ફરિયાદ કરી છે. બીજી તરફ વિકટીમ્સને આડે હાથ લેવાને બદલે કમિટી ભોગગ્રસ્ત યુવતીઓને પરેશાન કરી રહી છે એવા આક્ષેપ નિવેદન આપી ચૂકેલ એટેન્ડેડ યુવતીઓએ કર્યા છે. ત્યારે સો મણનો સવાલ એ છે કે આવી તે કઈ ખાનગી એજન્સી છે ? જેના કર્મચારીઓને બચાવવા ખુદ કમિટી મેદાને પડી છે.

હાલ જામનગર રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગર્વ લેવા જેવી બાબતે નહી પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી  હોસ્પિટલમાં આકાર પામેલ કોવિડ હોસ્પિટલની મહિલા કર્મચારીઓના થયેલ યૌન શોષણને લઈને, હાલ જીજી હોસ્પિટલ અને જામનગર વગોવાઈ રહ્યા છે. હોસ્પિટલમાં કાર્યવાહી ખાનગી એજન્સીના એચ આર મેનેજર, સુપરવાઇજર સહિતના એકાદ ડઝન સખ્સોએ લાચાર મહિલા એટેન્ડેડ કમર્ચારીની મજબુરીનો  લાભ  ઉઠાવ્યો હોવાના આક્ષેપ કરાયા છે. લાચાર યુવતીઓનું મહિનાઓ સુધી યૌન શોષણ કર્યું હોવાનો ખુદ યુવતીઓ કહી રહી છે. ખુદ યુવતીઓએ કલેકટરને રજૂઆત કરી છતાં પણ કોઈ પગલા ભરવામાં ન આવ્યા, અરે કલેકટરે યુવતીઓની રજૂઆત સાંભળવાને બદલે મામલતદાર તરફ ખો દઈ દીધી હતી. કલેકટર સહિતનાઓને આ પ્રકરણમાં રેલો ત્યારે આવ્યો જયારે બે દિવસ બાદ આ પ્રકરણ પ્રસાર પ્રસાર માધ્યમોમાં ચમક્યો, મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી સહિતનાએ ગાંધીનગરથી સળવળાટ કર્યો ને જામનગર કલેકટર રવિ શંકર સહિતનાઓ દોડતા થયા, તાત્કાલિક પ્રેસ કોન્ફરંસ બોલાવી હતી. આ પ્રકરણની નોંધ લઇ પ્રાંત અધિકારી આસ્થા ડાંગરના વડપણ નીચે  મેડીકલ  કોલેજ ડીન, એએસપી એમ ત્રણ સભ્યોની તપાસ કમિટી નીમી પ્રકરણની તપાસ કરવાના ઓર્ડર કર્યા હતા.

આ તપાસ કમિટી દ્વારા ગઈ કાલે જ  ભોગગ્રસ્ત યુવતીઓના નિવેદન લીધા હતા. સાંજના ચાર વાગ્યાથી  રાત્રીના દસ વાગ્યા  સુધી  તપાસ કમિટીએ નિવેદનના નામે યુવતીને કલાકો સુધી રોકી રાખી, પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. નિવેદન આપી બહાર આવેલ એક યુવતીએ મીડિયા સમક્ષ નારજગી વ્યક્ત કરી તપાસ કમિટીએ યૌન શોષણની વ્યાખ્યા સમજાવી હોવાનું કર્હ્યું હતું. સમિતિએ આડા અવળા સવાલો કરી નિવેદનમાં ફેરફાર કર્યા હોવાનાં આક્ષેપ કર્યા હતા. ટચ  કરવું એ યૌન શોષણની વ્યાખ્યામાં ન આવે એમ કમિટીએ સમજાવી હોવાનો ભોગગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન કરમુરે ઘટનાને વખોડી યુવતીઓને સધિયારો આપી છેક સુધી સાથ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો સમાજસેવી મહિલાઓ સભ્ય શેતલબેન શેઠએ પણ યુવતીઓને પડખે ઉભી હિમ્મત દાખવી છે.

યૌનશોષણ થયું કે કેમ ? એવા સવાલને બદલે એફઆરઆઈ નોધવામાં શું તકલીફ છે પોલીસને ? વહીવટી વડા કેમ આદેશ નથી આપતા ? લાચાર યુવતીઓ ચાર દિવસથી આમ તેમ ભટકી રહી છે. સાચા ખોટાનો ખ્યાલ તો તપાસમાં આવી જશે ? ટચ કરવું એ યૌન શોષણ નથી માની લઈએ, તો શારીરિક છેડછાડ છે કે નહિ ? કોઈ મહિલાની ઈચ્છા વિરુધ તેને સ્પર્સ કરવો એ છેડતી નથી ? જો હોય અને તમે માનતા હોવ તો  કમસેકમ આઈપીસી કલમ ૩૫૪ મુજબ તો એફઆરઆઈ લોન્ચ કરો, કોણે રોક્યા છે ? બીજી તરફ જે આ પ્રકરણમાં જે કર્મચારીઓની વાત કરવામાં આવી છે તે કર્મચારીઓ કઈ ‘ખાનગી એજન્સી’ના કર્મચારીઓ છે ? આ બાબતનો ખુલાસો આ પ્રકરણમાં જેની સામે આક્ષેપ થઇ રહ્યા છે તે એચઆર મેનેજર લોમેશ પ્રજાપતિએ જામનગર અપડેટ્સ સમક્ષ કર્યો છે.

કોવીડ હોસ્પિટલના સુચારુ વહીવટ માટે રોગી કલ્યાણ સમિતિના નેજા હેઠળ તમામ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. આ સમિતિમાં પોતે મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવી પરમારે પોતાને નિર્દોષ ગણાવી ફસાવવાનો પ્રયાસ કરાયો  હોવાનો વળતો આક્ષેપ કર્યો હતો. હોસ્પિટલે રોગી કલ્યાણ સમિતિના નેજા હેઠળ જ કરાર આધારે ૫૦૦ ઉપરાંત એટેનડંસની ભરતી કરી હતી. કોવિડ સ્થિતિ થાળે પડી જતા મોટાભાગના સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. આ સમિતીના અધ્યક્ષ કલેકટર છે. સુત્રોનું માનવામાં આવે તો આ જ પરીસ્થિતને લઈને પ્રકરણને ઢીલું પાડી દેવામાં આવી રહ્યું છે. જો કે સત્ય જે હોય તે પણ ચાર દિવસથી બદનામ થતા શહેરની આબરૂ બચાવવા જે કોઈ કસુરવાર હોય તેની સામે કમસેકમ ફરિયાદ તો નોધવી જ જોઈએ એવું સુર પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here