જામનગર : ટાઉનહોલ અંદર દારૂની મહેફિલ જામી ત્યાં પોલીસ પહોચી, બે કર્મીઓ સહીત ચાર ડમડમ હાલતમાં, છ સામે ગુનો

0
633

જામનગર : જામનગર મહાનગર પાલિકા સંચાલિત ટાઉનહોલમાં પોલીસે દરોડો પાડી જામેલી  દારૂની મહેફિલમાં ભંગ પાડ્યો છે. અહી મહાનગરપાલિકાના બે કમર્ચારીઓ સહીત ચાર સખ્સો પીધેલ પકડાઈ ગયા હતા. જયારે બે કર્મચારીઓ મહેફિલમાં સહભાગી થવાનો આનંદ ઉઠાવે તે પૂર્વે જ પોલીસે તમામને ઉઠાવી લીધા હતા.

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ટાઉનહોલમાં અવારનવાર વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતી હતી. છતાં પણ પોલીસ નદારદ ભૂમિકામાં રહેતી હતી આ વખતે પોલીસે જોમ બતાવી ચોક્કસ બાતમીના આધારે ગઈ કાલે રાત્રે દરોડો પાડ્યો હતો. ટાઉનહોલમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ સહિતનાઓએ દારૂની મહેફિલ માંડી હોવાની વિગતોને લઈને સીટી બી ડીવીજન પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં આ બીપીનભાઇ ભગવાનજીભાઇ ચુડાસમા રહે. પંજાબ નેશનલ બેંક પાસે, ચૌહાણ ફળી શેરી નં.૩, જામનગર તથા લલીતભાઇ રમણીકભાઇ કણજારીયા રહે. ગુલાબનગર, પોસ્ટ ઓફિસ પાછળની શેરી, જામનગર તથા કમલેશભાઇ રણછોડદાસ માંડવીયા રહે. દિ.પ્લોટ ૩૧, જામનગર, જીજ્ઞેશભાઇ નાનજીભાઇ જોષી રહે. સેન્ટ્રલ બેંક, પંતગીયા ફળી, ગણેશ મેટલ પાસે તથા પ્રકાશસિંહ મહોબતસિંહ ગોહિલ રહે. મુળજી જેઠા ધર્મશાળાની સામે, માધવ બાગ, શિવમ રેસીડેન્સી એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૩૦૩ અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. રામેશ્વરનગર, કે.પી.શાહ ની વાડી પાછળ, નંદનપાર્ક શેરી નં.૧ જામનગર વાળાઓને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અડધી  દારૂની બોટલ કબજે કરી હતી. આ સખ્સો પૈકી અંતિમ બે સખ્સોએ દારુ નહી પીધો હોવાનું સામે આવ્યું હતું જયારે અન્ય ચાર સખ્સોએ ઢીંચી લીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પોલીસે તમામ સખ્સો પ્રોહીબીશન કલમ ૬૫એએ, ૮૧ મુજબ ફરિયાદ નોંધી ફરિયાદ આગળની  કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here