જામનગર અપડેટ્સ : જામનગરન ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલ ક્રિકેટ વિશ્ર્વમાં ચર્ચાનું કેન્દ્ર છે. ફિલ્ડીંગ હોય, બેટીંગ હોય કે પછી બોલીંગ હોય, ક્રિકેટના આ તમામ ફોર્મેટમાં રવિન્દ્ર જાડેજાનો વિશ્ર્વભરમાં ડંકો વાગી રહ્યો છે.

ક્રિકેટ વિશ્ર્વના ઇતિહાસમાં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ પ્રતિયોગીતા ચાલી રહી છે. ટેસ્ટ મેચના પ્રથમ વર્લ્ડકપ ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગુરૂવારથી ટક્કર થવાની છે ત્યારે આ મેચ પૂર્વે રવિન્દ્ર જાડેજાએ ફાઇનલ માટે તૈયાર હોવાનો આશાવાદ સેવી પોતાની તસ્વીરો સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી છે.

જાડેજાની આ આકર્ષક તસ્વીરો હાલે સોશ્યલ મીડિયામાં ખાસી એવી પ્રસિદ્ધ મેળવી રહી છે. જામનગરી બાપુએ વિશ્વ કપની ફાઇનલ મેચ પૂર્વે જાણે તમામ ભારતીયોને આશ્વાસન આપ્યું છે કે…ફાઇનલમાં નિરાશ નહિ કરીએ.. ‘કાંઈ નહી ઘટે’ એવી ગુજરાતી ટેગલાઇન લખી રવીન્દ્રએ તસ્વીરો અપલોડ કરી છે. જુઓ આ 6 તસ્વીરો…
