નાલાયકી : જીજી હોસ્પિટલમાં મહિલા કર્મીઓનું શારીરિક શોષણ, કેમ લાગ્યા છે આરોપ, જાણો શરુઆતથી અંત સુધી

0
717

જામનગર અપડેટ્સ  : જામનગરમાં કોરોનાની બીજી લહેર જયારે કહેર વર્તાવી અર્હી હતી ત્યારે જામનગર સહીત અન્ય જીલ્લાના દર્દીઓનો પ્રવાહ જીજી  હોસ્પિટલ તરફ વળ્યો છે. જેને લઈને જીજી હોસ્પિટલના પ્રસાસનની હાલત એક સાંધે ત્યાં તેર તુટે એવી થઇ હતી આ હાલતને લઈને તાત્કાલિક ૮૦૦ કર્મચારીઓની કોન્ટ્રાક બેજ પર ભરતી કરવામાં આવી હતી.

કોન્ટ્રાકટ કર્મચારીઓની હાજરી વચ્ચે દર્દીઓથી ઉભરાયેલ ઘડીમાં પણ જીજી હોસ્પિટલ પ્રશાસનનો  વહીવટ સારી રીતે પાર પડયો હતો. હવે જયારે બીજી લહેર સમાપ્તિ પર છે ત્યારે કોન્ટ્રાકટ પર ભરતી કરવામાં આવેલ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને વિવાદ શરુ થયો છે. પગાર ચૂકવ્યા વગર અને નોટીસ આપ્યા વગર જ સ્ટાફને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે. ગંભીર બાબત એ છે કે જે સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે તેમની મહિલા કર્મચારીઓએ શારીરિક શોષણ કરાયું હોવાની ફરિયાદ ઉઠાવી છે. આ બાબતે કલેકટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોવીડની સારવાર હોય કે આગની ઘટના હોય જીજી હોસ્પિટલ રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં ટોકિંગ પોઈન્ટ બની છે. ત્યારે મહિલા કર્મચારીઓના યૌન શોષણના આક્ષેપને લઈને વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. જો કે હોસ્પિટલ પ્રસાસને એવું કહી આક્ષેપનું ખાંડન કર્યું હતું  કે કોવીડ હોસ્પિટલમાં સ્ટાફ માટે નોડલ અધિકારીની નિમણુક પણ કરવામાં આવી છે આ મહિલાકર્મીઓએ આ જવાબદાર અધિકારીઓને આક્ષેપ કર્યા નથી. છતાં પણ આ મુદ્દે તપાસ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here