ખંભાલીયા : જાકસિયા ગામે ધમધમતી જુગાર કલબમાં આ મહિલાઓ પણ રમતી હતી જુગાર

0
501

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના જાકસિયા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં કટલેરીનો ધંધો કરતી જામનગરની  એક સહીત બે મહિલાઓ અને અન્ય પુરુષો સાથે આઠ સખ્સો જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે દોઢ લાખની રોકડ સહીત ૧૧.૪૦ લાખનો  મુદ્દામાલ કબજે કર્યો છે.

દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના જાકસિયા ગામે કમલેશભાઇ રામદેભાઇ સંધીયા રહે. નાના આસોટા વાડી વિસ્તાર, તા-ખંભાળીયા અને મોહન બાબુદાસ કુબાવત રહે- જાકસીયા સીમ, તા-ખંભાળીયા વાળા બંને સખ્સો ભાગીદારીમાં વાડીએ આવેલ ઓરડીમાં જુગાર રમાડતા હોવાની ખંભાલીયા પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં કમલેશની સાથે યુસુફ આમદભાઇ ખેરાણી જાતે- મુસ્લીમ સુમરા, ઉ.વ- ૪૨, ધંધો- ખેતી, રહે- મુળ ગામ જગામેડી તા-જી., જામનગર હાલ રહે- જામનગર, ગુલાબનગર, મોહનનગરનો ઢાળીયો, જિ. જામનગર, સંજયભાઇ ભીખારામ ગોંડલીયા જાતે- બાવાજી, ઉ.વ-૨૧, ધંધો- મજુરી, રહે- ભાડથર ગામમાં તા-ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા વાળા, યુસુબ હુશેનભાઇ સમા જાતે- મુસ્લીમ સંઘી, ઉ.વ-૩૧, ધંધો- ડ્રાઇવીંગ રહે- જામનગર, ઇદ મસ્જીદ બાજુમાં નં-૨, રાયશીભાઇ ભીખાભાઇ બડીયાદરા જાતે- આહિર, ઉ.વ-૩૩, ધંધો- ડ્રાઇવીંગ, રહે- જામનગર, ગોકુલનગર, શેરી નં-૪, નરેશભાઇ ડાયાલાલ રામાવત જાતે- બાવાજી, ઉ.વ-૪૦, ધંધો- ખેતી, રહે-નાના આસોટા વાડી વિસ્તાર, આહિર સમાજ વાડી બાજુમાં, તા- ખંભાળીયા, રામદેભાઇ પીઠાભાઇ ખુંટી, એસ.આર.ડી. રહે- નાના આસોટા ગામ તા-ખંભાળીયા વાળા સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે આ તમામ સખ્સોના કબ્જા માંથી રૂપિયા ૧,૪૮,૬૦૦ની રોકડ કબજે કરી હતી. પોલીસના દરોડા દરમિયાન આશાબેન કેશુભાઇ મોઢવાડીયા જાતે- મેર, ઉ.વ-૩૪, ધંધો- કટલેરીની દુકાન, રહે- અંધાશ્રમ ફાટક આવાસ કોલોની, બી-૯૩ રૂમ નંબર- ૧૦,  નયનાબેન રાજેશભાઇ બામણીયા રહે-જામનગર પટેલ પાર્ક, શેરી નંબર-૧૨ના ખુણે, જિ. જામનગર અને મોહન બાબુદાસ કુબાવત રહે- જાકસીયા સીમ, તા-ખંભાળીયા વાળા સખ્સો નાશી ગયા હતા. પોલીસે પકડાયેલ સખ્સોના કબજામાંથી રોકડ ઉપરાંત મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ. ૨૮,૦૦૦ તથા ફોરવ્હીલ વાહન ગાડી- ૩ કિ.રૂ. ૯,૫૦,૦૦૦ તથા એક મોટરસાયકલ સહીત રૂપિયા ૧૧,૪૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here