દેવભૂમિ દ્વારકા : લેન્ડ ગ્રેબિંગની બે ફરિયાદ, એક આરોપીને દબોચી લેવાયો, અન્ય પોલીસકર્મીનો ભાઈ ?

0
1035

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલા પાંચ દિવસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરિયાદો દાખલ થઇ છે. ઓખા મંડળમાં થયેલ ફરિયાદને પગલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો છે. ખંભાલીયામાં નોંધાયેલ ફરિયાદમાં આરોપીનો ભાઈ પોલીસકર્મી હોવાનું જાણવા મળ્યું છે.

દેવભૂમિ  દ્વારકા જીલ્લામાં ચાર દિવસમાં લેન્ડ ગ્રેબીગની વધુ બે ફરિયાદો સામે આવી છે. જેમાં ખંભાલીયામાં મકાન ધરાવતા અને હાલ સુરત રહેતા મહેશભાઈ વલ્લભભાઈ નકુમ રહે- વેરાડ તા-ભાણવડ  જી- દેવભુમી દ્રારકા વાળાનું મકાન આરોપી ભીખુભા મોતીભા જાડેજા રહે- ખંભાળીયા જી.દેવભુમી દ્રારકા વાળાએ ભાડે રાખ્યું હતું. દરમિયાન આરોપીએ ફેબ્રુઆરીથી ભાડું નહી ચુકવતા મકાન માલિકે વિનવણી કરી હતી. છતાં પણ આરોપીએ મકાન ખાલી નહી કરી રૂપિયા ૨૫ લાખના આ મકાનને હડપ કરી લેવા અંતે મકાન માલિકને ધમકી આપી હતી.
બજાર ભાવે પ્લોટ ખરીદ કરી મહેશભાઈને બે માળનુ ત્રણ રૂમ રસોડા વાળુ મકાન બનાવેલ છે. જે મકાનમાં આશરે ૭૦૦ ફુટ જેવુ બાંધકામ કરેલ છે. આ મકાનની સરકારી જંત્રી મુજબ જમીન તથા મકાન બન્ને થઇ અને કુલ ૬,૪૩,૨૦૦ થાય છે. અને આ મકાનની પ્લોટ સહીત માર્કેટ વેલ્યુ ૨૫,૦૦,૦૦૦ જેવી થાય છે. આ મકાન મહેસભાઈએ આરોપીને ભાડે આપ્યું હતું. આરોપીને ૧૧-૧૧ માસના ભાડાના કરારથી આપેલ હતું.  જો  કે ફેબ્રુઆરીમાં આરોપીએ છેલ્લુ ભાડુ ચૂકવ્યા બાદ એક પણ ભાડું નહી આપી, મકાન ખાલી કરવાનુ કહેતા મકાન ખાલી નહી કરી રૂપિયા ૨૫ લાખનું મકાન પચાવી પાડ્યું હતું. જેને લઈને મહેશભાઈએ આરોપી સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. જાણવા મળતી વિગત મુજબ પોલીસમાં ખાસ્સી ઓળખાણ ધરાવતા આરોપીનો ભાઈ પણ ખંભાલીયા પોલીસમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.
જયારે ઓખા નજીક બેટ દ્વારકામાં વર્ષ ૨૦૦૬થી અજીતભાઈ પ્રેમશંકરભાઈ જોષી રહે-રાજકોટ શ્રી હરી ક્રુપા કુષ્ણનગર સોસાયટી શેરી નં-૦૨ વોરા સોસાયટી પાછળ વાળા આસામીની આવેલ સીટી સર્વે નં.-૩૫ વાળી જગ્યા ૮૩૫ ચો.મી. જગ્યામાં દબાણ કરી દેવં આવ્યુ હતું. અહી રહેતા બ્રીજેશ મુળરાજભાઈ મહેતા નામના સખ્સે આ જગ્યા પૈકી ૧૦૦ ફુટની બે માળની દુકાન છે. તેની પાછળ ૧૦૦ વારનો વાળો આવેલ છે. જેની માર્કેટ વેલ્યુ આશરે ૫૦,૦૦,૦૦૦ જેવી થાય છે. આ દુકાન તથા પાછળનો વાળાની જગ્યામાં આરોપીએ ગેર કાયદે પ્રવેશ કરી કીમતી જગ્યા પચાવી પાડી હતી. જેને લઈને રાજકોટ નોકરી કરતા આસામીએ આરોપી વિરુદ્ધ પુરાવાઓ આપી ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ડીવાયએસપી સમીર સારડા સહિતની ટીમે તાત્કાલિક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં દ્વારકા જીલ્લામાં ચોથી  ફરિયાદ સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here