યુવા જામનગર : હવે કલેકટર, ડીડીઓ અને કમિશ્નરની યંગ ટીમ લીડ કરશે: નવી આશા

0
1051

જામનગર અપડેટ્સ : લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે આઈએએસની બદલીના ઓર્ડર થયા છે. જેમાં જામનગર કલેકટર અને ડીડીઓનો પણ સમાવેશ થાય છે. લાંબા સમયથી જામનગરમાં ફરજ બજાવી રહેલ કલેકટરની જગ્યાએ જુનાગઢના કલેકટર, ડીડીઓ તરીકે યુવા ચહેરો અને કમિશનર તરીકે જામનગર જીલ્લામાં ફરજ બજાવી ચૂકેલ પૂર્વ ડીડીઓની બદલી કરવામાં આવી છે.

જામનગરના નવા કલેકટર પારધી, કમિશનર ખરાડી, ડીડીઓ પટેલ

રાજ્યભરના મોટાભાગના જીલ્લાઓના કલેકટરનો ફરજ કાળ પૂર્ણ થઇ ગયો હતો એટલે કે ત્રણ વર્ષ ઉપરાંતના સમયગાળાથી જે તે સ્થળે ફરજ બજાવી રહ્યા હતા. આ આઈએએસની બદલીઓ થવાની છે એવી લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કલેકટર, કમિશનર અને જીલ્લા વિકાસ અધીકારીઓ તેજમ બોર્ડ-નિગમમાં ફરજ પર રહેલ આઈએએસની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં જામનગરના કલેકટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે, જયારે ડીડીઓ વિપિન ગર્ગની ડાંગના કલેકટર તરીકે બદલી થવા પામી છે. જયારે જુનાગઢના કલેકટર સૌરભ પારધીની જામનગરના કલેકટર તરીકે, જયારે અગાઉ જામનગર જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલ વિજય ખરાડીની જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. જયારે જીલ્લા વિકાસ અધિકારી તરીકે મિહિર પટેલની નિમણુક કરવામાં આવી છે. આ ત્રણેય યંગ અધિકારી હવે જામનગર શહેર-જીલ્લાનું સંચાલન કરશે, યુવા ટીમ દ્વારા સુચારુ સંચાલન કરી જામનગરને નવી તાજગી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here