યૌન શોષણ : એલબી અને અલી ચાર દિવસના રિમાન્ડ પર

0
1102

જામનગર અપડેટ્સ : જામનગરના બહુચર્ચીત યૌન શોષણ મામલે આજે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ગઇકાલે સાંજે બન્ને આરોપીઓનો કોરોના રિર્પોટ નેગેટીવ આવતા મહિલા પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી હતી. આ બંને શખ્સોને આજે બપોરે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંને આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલ એક પણ શખ્સને છોડવામાં નહી આવે તેમ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતના તપાસ ચાલી રહી છે. તે જોતા પ્રકરણમાં ખાદ્યુ, ને રાજ કર્યુ તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોઇને પણ સેહશરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરવામાં આવે તેમ બદનામ થયેલ શહેરમાંથી માંગણી ઉઠવા પામી છે.


જામનગરના બહુચર્ચીત યૌન શોષણ મામલે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. મંગળવારે મહિલા સંગઠ્ઠન દ્વારા ધરણા અને બેનરો દ્વારા કરવામાં આવેલ વિરોધ બાદ મંગળવારે મોડી સાંજે આ પ્રકરણના મુખ્ય આરોપી એવા લોમેશ પ્રજાપતિ (એલ.બી.પ્રજાપતિ) અને અલી અકબર નામના બન્ને શખ્સો સામે પોલીસે આઇપીસી કલમ 354, 354(ક), 354(બ), 509 અને 114 મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં બન્ને શખ્સોએ એટેન્ડન્ટ યુવતીઓ સાથે ફરજ કાળ દરમ્યાન જુદા-જુદા સમયે એનકેન પ્રકારે જાતિય સતામણી કરી હતી. કયારેક વાતચીત કરીને તો કયારેક ચેનચાળ કરીને તો કયારેક શરીર ર્સ્પશ કરીને આ શખ્સોએ વિના કારણે લાચાર એટેન્ડન્ટ મહિલાઓની જાતિય સતામણી કરી હતી. જો પ્રતિકાર કરવામાં આવે તો આ શખ્સો દ્વારા નોકરીમાંથી હાંકી કાઢવાની ધમકી આપવામાં આવતી હતી.
કોરોનાના બીજા વેવમાં દર્દીઓની સતત વધતી સંખ્યા સામે હોસ્પિટલના સુચારૂ આયોજન માટે એટેન્ડન્ટ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. પોતાનો જીવ જોખમમાં મુકીને કરાર આધારિત ભરતીમાં જોડાયેલ યુવતીઓ સાથે પોતાને સાહેબો ગણાવતા એચ.આર.મેનેજર અને સુપરવાઇઝરોએ યૌન શોષણ કર્યુ હતું. આ મુદ્ે યુવતીઓની રજૂઆત બાદ સમગ્ર પ્રકરણ ઉજાગર થયું હતું. એક પ્રેસીડેન્ટ તબીબના આક્ષેપ મુજબ આ ગેંગ દ્વારા 60થી 70 યુવતીઓની જાતિય સતામણી કરવામાં આવી છે. જેમાં 18 વર્ષથી માંડીને 30વર્ષની યુવતીઓનો સમાવેશ થાય છે. તાબે ન થનાર યુવતીઓને અપમાનિત કરાતી હોવાની અને વારેવારે રૂખશત આપી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાથી અંતે યુવતીઓ એકત્ર થઇ કલેકટર સમક્ષ પહોંચી હતી.
જો કે, આ સમગ્ર ભરતી પ્રક્રિયા જ કલેકટરની અધ્યક્ષતાવાળી રોગી કલ્યાણ સમિતિ દ્વારા રોજગાર કચેરીએ કરી હોવાથી વહીવટી પ્રશાસન દ્વારા પણ આ પ્રકરણમાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. પરંતુ ચોથી જાગીરે આ પ્રકરણ ઉજાગર કરી દેતા સરકાર હલી ગઇ હતી. જેને લઇને કલેકટરને પણ રેલો આવ્યો હતો અને તાત્કાલિક તપાસના આદેશ આપી સ્પેશ્યલ કમિટિની રચના કરી હતી. આ કમિટિ દ્વારા પણ તપાસમાં ઢીલી નીતિ અપનાવામાં આવી હતી. જેને લઇને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તથા મહિલા સંગઠ્ઠનની ટીમ મેદાને આવી હતી. છતા પણ તંત્રના પેટનું પાણી ન હલતા આખરે મહિલા સંગઠ્ઠન દ્વારા ગઇકાલથી જ લાલ બંગલા સ્થિત ધરણા યોજી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઇને પોલીસ દ્વારા ગઇકાલે રાત્રે આ પ્રકરણમાં ફરિયાદ નોંધી લીધી હતી અને બન્ને આરોપીઓને પણ દબોચી લેવામાં આવ્યા હતા.એલસીબી પોલીસે બન્ને શખ્સોને પકડી પાડી મહિલા પોલીસ દફતરના હવાલે કર્યા છે. મહિલા પોલીસ સ્ટાફે બન્નેના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જેનો રિર્પોટ ગઇકાલે સાંજે નેગેટીવ આવી જતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે બંને શખ્સોને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેની સામેં કોર્ટે બંનેને ચાર દિવસના રિમાન્ડ હોમમાં લેવાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here