યંગિસ્તાન : કલેકટર, કમિશ્નર અને ડીડીઓએ કાર્યભાર સંભાળ્યો, શું કહે છે અધિકારીઓ

0
414

જામનગર અપડેટ્સ : રાજયભરના આઈએએસ અધિકારીઓની બદલીઓમાં જામનગરના કલેકટર અને જીલ્લા વિકાસ અધીકારીનો સમાવેશ થાય છે. જો કે પખવાડિયા પૂર્વે જ અન્ય એક આઈએએસ એવા મહાનગર પાલિકાના કમીશનરની બદલી થઇ છે. શહેર-જીલ્લામાં અગત્યની ગણાતી અતિ મહત્વની પોસ્ટ પર બદલી પામીને આવેલા ત્રણેય આધિકારીઓ કલેકટર અને કમિશનર અને જીલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળી લીધો છે.

જુનાગઢ જીલ્લાના કલેકટર તરીકે લાંબો સમય ફરજ બજાવ્યા બાદ સૌરભ પારઘીએ ગઈ કાલે જ ચાર્જ સંભાળી લીધો છે. મહેસુલ, ખેતીવાડી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે કુશળતા પૂર્વક નિર્ણયો લેવામાં માહિર એવા પારઘીએ કલેકટર રવી શંકર જ્યાંથી છોડીને ગયા છે ત્યાંથી જ નવી શરુઆત કરી જીલ્લા વાશીઓના કલ્યાણ માટે કાર્ય કરશે એમ કહ્યું છે જયારે જામનગર કમિશનર તરીકે બદલી પામી આવેલ કમિશ્નર વિજય ખરાડીએ આજે ચાર્જ સંભાળ્યો છે. મહાનગર પાલિકાના પદાધિકારીઓને સાથે રાખી શહેરના સંતુલિત વિકાસની નેમ ખરાડીએ વ્યક્ત કરી છે. જયારે જીલ્લા વિકાસ અધિકારી તરીકે આવેલ મીહિર પટેલએ જીલ્લાના સંતુલિત વિકાસની નેમ વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here