જામનગર : શેતાન સાધુ પાંચ દિવસના રિમાન્ડ પર, રાજસ્થાન તરફ તપાસ

0
1293

જામનગર અપડેટ્સ : જિલ્લાના એક ગામમાં જે પરીવારે આશરો આપ્યો હતો તે પરિવારની યુવતિનું અપહરણ કરી સાધુના વેશમાં સેતાન બનેલા શખ્સને પંચ કોશી પોલીસે પકડી પાડી પાંચ દિવસના રીમાન્ડ પર લીધો છે. આ શખ્સે સગીરાને જુનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન લઇ જઇ બળાત્કાર ગુર્જાયો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આરોપીને સાથે રાખી છેક રાજસ્થાન સુધી તપાસ લંબાવી છે.

આ બનાવની વિગત મુજબ જામનગર જીલ્લાના એક ગામમાં વાડી વિસ્તારમાં રહેતા પરીવારને ઘરે એક સાધુ આધ્યાત્મ સામે અવારનવાર આવજા કરતો હતો. ભોળા પરિવારના ભોળપણનો ફાયદો ઉઠાવી આ સખ્સે પિતૃ નડતર વિધિ કરવી પડશે એમ કહી પરિવારને વિધિ કરવાનું કહ્યું હતું અને છેલ્લા છ માસથી અહીં જ રહેતો હતો. દરમિયાન આ સાધુએ પરિવારની યુવાન પુત્રી પર નજર બગાડી હતી અને એક દિવસ તેણીની એકલતાનો લાભ લઇ, તાંત્રિક વિધિ કરી પરિવારને પતાવી દેવાની ધાક ધમકી આપી તેણી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો. ત્યારબાદ આ નરાધમે જે તે પરિવારની આબરૂની નીલામી કરવા માટે તેણીને ધાક ધમકીઓ આપી તાજેતરમાં 19 વર્ષીય આ યુવતીને પરાણે પોતાની સાથે લઇ ગયો હતો. પોતાની પુત્રી અને સાધુના વેશમાં સેતાન જોવા નહી મળતા પરિવારે પોલીસનો સહારો લીધો હતો. જેને લઈને પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં સાધુના વેશમાં સાથે રહેતા અને પુત્રીને ભગાડી ગયેલ જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી ઉર્ફે મેન્ટલગીરી પૃધ્વીસિંહ પરમારનું લોકેશન મેળવવા પ્રયાસો કર્યા હતા. જેમાં આ સખ્સનું લોકેશન નરોડા પાટિયા મળ્યું હતું જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ અમદાવાદ પહોચી આરોપીને દબોચી લીધો હતો અને યુવતીને છોડાવી પરત લઇ આવ્યા હતા.
જામનગરથી અપહરણ કરીને આરોપી તેણીને જુનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન લઇ ગયો હતો અને આ સ્થળોએ તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેણીનો કબજો સંભાળી બંનેનું મેડીકલ કરાવી, આરોપી સામે અપહરણ અને બળાત્કાર સંબંધે ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીને પાંચ દિવસના રીમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. પોલીસે આરોપીને સાથે રાખી રાજસ્થાન તરફ તપાસ લંબાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here