જામનગર : સુરતના ઉધના પોલીસ દફતરમાં ફરજ બજાવાતા મહિલા પીએસઆઈ એબી જોશીએ આજે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. જો કે બનાવ પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.

સુરત સહીત રાજ્યભરના પોલીસબેડામાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, સુરત શહેરના ઉધનાં પોલીસ દફતરમાં ફરજ બજાવતા મહીલા પોલીસ સબ ઇન્સ્પેકટર એ બી જોશીએ આજે પોતાની સર્વિસ રીવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી છે. મૃતકની આસપાસથી કોઈ વાંધાજનક ચીજવસ્તુ કે સુસાઈડ નોટ પણ મળી આવી નથી. સ્થળ પર પહોચેલ પોલીસના જણાવ્યા અનુસાર મહિલા પીએસઆઈએ પ્રાથમિક દ્રષ્ટિએ સર્વિસ રિવોલ્વરમાંથી પોતાની જાતે જ ફાયરીંગ કરી આપઘાત કર્યો હોય એમ કહી સ્થળ કહી રહ્યું છે જો કે બનાવ અંગે તપાસ કરાયા બાદ જ નક્કર માહિતી આપી સકાય એમ ઉમેર્યું હતું. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.