આપઘાત : મૃતક મહિલા PSIને મેરેજ એનિવર્સરીના દિવસે જ પતિ સાથે થયો હતો ઝઘડો ? સુસાઈડનોટ મળી આવી

0
910

જામનગર : સુરતના ઉધના પોલીસ દફતરમાં ફરજ બજાવાતા મહિલા પીએસઆઈ એબી જોશીએ આજે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસ તપાસમાં એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં કોઈનો દોષ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે દંપતી વચ્ચે મોબાઈલ પર ઝઘડો થયો હોવાની વિગતો પણ પોલીસમાંથી  જાણવા મળી છે.

સુરત સહીત રાજ્યભરના પોલીસબેડામાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, સુરત શહેરના ઉધનાં પોલીસ દફતરમાં ફરજ બજાવતા મહીલા પોલીસ સબ ઇન્સ્પેકટર એ બી જોશીએ આજે પોતાની સર્વિસ રીવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી છે. સ્થળ પર પહોચેલ પોલીસના જણાવ્યા અનુસાર મહિલા પીએસઆઈએ પ્રાથમિક દ્રષ્ટિએ સર્વિસ રિવોલ્વરમાંથી પોતાની જાતે જ ફાયરીંગ કરી આપઘાત કર્યો હોય એમ કહી સ્થળ કહી રહ્યું છે જો કે બનાવ અંગે તપાસ કરાયા બાદ જ નક્કર માહિતી આપી શકાય એમ ઉમેર્યું હતું. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. મળતી વિગત મુજબ, આજે જ પીએસઆઈ જોશીની મેરેજ એનીવર્સરી છે. પતિ-પત્ની વચ્ચે મોબાઈલમાં ઝઘડો થયા બાદ એક સુસાઈડ નોટ લખી તેણીએ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી છે ‘જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી. એમ લખેલ સુસાઈડ નોટ મળી આવી છે. જો કે મરણનોંધમાં કોઈ કારણ ન લખતા પોલીસ પણ વિસામણમાં મુકાઈ ગઈ છે. મૃતક અનીતા જોશીએ ક્વાટરનો  રૂમ અંદરથી બંધ કરી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ મૃતકના પતિ સહિતના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. મૃતક પીએસઆઈને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here