હાલાર-કચ્છ સરહદે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની, કારણ છે આવું

0
385

જામનગર અપડેટ્સ : પાકિસ્તાનની પેલે પાર સરહદે સામેં પીએમસીના રેન્જર્સની જગ્યા નેવીના કમાન્ડો ગોઠવાઈ ગયા છે એવા ભારતીય ગુપ્તચર એજન્સીના ઈનપુટના પગલે કચ્છ સરહદે પેટ્રોલિંગ વધારી દેવાયું છે. એક માત્ર કચ્છ જ નહિ પણ જામનગર નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ કવાયતને રૂટીન કે સ્વતંત્રા દિવસ પૂર્વેનું રૂટીન પેટ્રોલિંગ ગણાવાઈ રહ્યું છે.

પાકિસ્તાન તરફની સરહદ પાર રેન્જર્સ જાય છે અને નેવી કમાન્ડો ગોઠવાઈ રહ્યા છે. આવી મુવમેન્ટનાં ઈનપુટ ધ્યાને આવતા ભારતીય સુરક્ષા એજન્સીઓ સક્રિય થઇ છે. કચ્છથી માંડી હાલાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ સરહદે નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ સઘન બની છે. જેને લઈને પેટ્રોલિંગ વધુ સઘન બનાવાયું છે. ઉલ્લેખનીય છે કે કચ્છની જુદી જુદી ક્રિકમાંથી અનેક વખત પાકિસ્તાની ઘુસણખોરી પકડાઈ છે. માદક દ્રવ્યોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પણ અહીથી ઉઘાડા પડ્યા છે. નેવીની સાથે કચ્છ બીએસએફ પણ સક્રિય થઇ છે.

કચ્છની સાથે જામનગર નેવી પણ હરકતમાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલારના સાગર કિનારા પર નેવી દ્વારા સધનતા વધુ ગાઢ બનાવવામાં આવી છે. જો કે અહી પણ સુરક્ષા એજન્સીએ કવાયત અંગે કઈ કહેવાનું ટાળ્યું છે અને રૂટીન મુજબની કવાયત હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ હાલ જે કવાયત હાથ ધરવામાં આવી છે એવી કવાયત પેટ્રોલિંગ કે સ્વતંત્રા દિવસ પૂર્વે ક્યારેય નથી કરવામાં આવતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here