વાહ રે કલ્યાણપુર પોલીસ !! આદમી કે બદલે આદમીની એક્સચેજ ઓફર

0
1903

જામનગર અપડેટ્સ : દેવભૂમિ  દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર પોલીસ દફતરના પીએસઆઈ અને તેના સ્ટાફે પોલીસની આબરૂ પર બટ્ટો લગાવી દીધો છે. જે સખ્સને આરોપી તરીકે ઉપાડી લોકઅપમાં ધકેલી દેવાયો છે તે સગીર હોવાનું પોલીસ જાણતી હોવા છતાં સખ્ત માર માર્યો હતો. સગીર આરોપીને જો ફીટ કરવામાં આવશે તો કોર્ટમાં દાવ લેવાય જશે એવું ભાન થતા પોલીસે સગીરના પરિવારજનોનો સંપર્ક કરી આદમીના બદલામાં આદમી આપવાની વાત કરી હતી. આ વાતચીતનો કથિત ઓડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ તપાસકર્તા પીએસઆઈ ફરીદા ગગનીયા સહિતનાઓ સામે પોલીસની ઢીલી તપાસ કોર્ટમાં વધુ એક વખત પોલીસની નાલેશી નોતરશે કે પછી સ્ટાફને બચાવવાના પ્રયાસમાં સફળ રહેશે એ ટૂંક સમયમાં તાગ મળી જશે.

કેમ વર્દીને લાગ્યો દાગ ? શું છે મામલો ?

કલ્યાણપુર પોલીસે સપ્તાહ પૂર્વે રાણ ગામે દરોડો પાડી એક આસામીના ઘરેથી દારુ પકડી પાડ્યો હતો.  પોલીસને જે આસામીની બાતમી હતી તે ન મળ્યો પણ એક ૧૭ વર્ષીય સગીર હાથ આવી ગયો, પોલીસે આ સગીરને મારી-મારીને અધમુવો કરી નાખ્યો અને પોલીસ દફતર લઇ જઈ લોકઅપમાં ગોંધી રાખ્યો  હતો. ત્યારબાદ સગીરને કોર્ટમાં રજુ કરતા પોલીસના શારીરિક ત્રાસનો મામલો સામે આવ્યો હતો અને કોર્ટે તપાસના આદેશ આપતા મામલો પ્રસાર પ્રચાર માધ્યમોમાં ચમક્યો છે.

શું છે વાયરલ ઓડિયોમાં પોલીસની એક્ષચેન્જ ઓફર ?

પોલીસે જે તે સમયે રાત્રે દરોડો પડી સગીરને ઉઠવી લાવી પોલીસ દફતર, જો કે સગીર સામે ફરિયાદ દાખલ કરવી કે કેમ ? તેની લાંબી ચર્ચાઓ ચાલી અને પોલીસ દ્વારા શરુ થયો આદમી એક્સચેન્જનો ખેલ, પોલીસે સગીરના સબંધીઓ સુધી પહોચી સગીરના મોટાભાઈએ હાજર કરી દેવા દબાણ કર્યું, જો સવાર સુધીમાં મુખ્ય સખ્સને હાજર નહી કરાય તો સગીરને ફીટ કરી દેવાની ધમકી આપવામાં આવી, આદમીના બદલામાં આદમીની પોલીસની સ્કીમ ન ફાવી અને અંતે દૂધનું દૂધને પાણીનું પાણી થઇ ગયું, કલ્યાણપુર પોલીસ દફતરના ‘મામુ’ તરીકેની છાપ ધરાવતા એક કોન્સ્ટેબલ સાથે સગીરના સબંધી અને પરિવારના સભ્યો સાથે થયેલ કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here