સબંધ વિચ્છેદ : પતીએ જ પત્ની સાથેની અંગત પળોના વિડીઓ વાયરલ કરી દીધા, પછી થયું આવું

0
1078

જામનગર અપડેટ્સ : રાજ્યના એક શહેરમાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરતી યુવતીના પતિએ પત્ની સાથેની અંગત પળોના વીડિયો વાયરલ થયા હતા. સરકારી નોકરી કરતી પત્નીની ઈર્ષા કરતો પતિ ધમકીઓ આપી પરેશાન કરતો હોવાથી યુવતીએ પૈસા આપવાનું બંધ કરતા પતિએ ત્રાસ આપવો શરુ કર્યો હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના મહત્વના શહેરમાં એક યુવતીના લગ્ન ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન સાથે બાર વર્ષ પૂર્વે થયા હતા. નાયબ મામલતદાર તરીકે નોકરી કરતી પત્નીએ હાલમાં તેના પતિ સામે સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પોતાના પતિએ વારંવાર રૂપિયાની માંગણી કરી અને ન આપવામાં આવેતો ધમકીઓ આપતો હોવાનો આરોપ લગાવ્યો છે. તેણીના પતિને તેણીની સરકારી નોકરીની ઈર્ષ્યા થતી હોવાથી તે તેને પરેશાન કરતો હતો. પત્નીએ રૂપિયા આપવાનું બંધ કરી દેતા પતિએ અગાઉ ઉતારેલા અંગતપળોના વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી વિડીઓ વાયરલ કરી દીધા હતા. જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને સમગ્ર ઘટના પોલીસ દફતર સુધી પહોચી છે. પોલીસે આરોપી પતિ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે. તેણીની ધમકીને વશ ન થતાં તેના પતિએ અઠવાડિયા પહેલાં પત્નીના સંબંધીઓ અને મિત્રોને વીડિયો મોકલી દઈ બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પતીએ પત્નીના નામે ફેસબુક પર આઈડી બનાવીને પણ પત્નીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનુ પણ બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here