સાયબર ક્રાઈમ : ઉશ્કેરણી જનક સંદેશાઓ કરનાર સામે ‘એન્ટી સાયબર બુલીંગ યુનિટ’ કાર્યરત, આવી છે કામગીરી

0
669

જામનગર : રાજ્યમાં વધતી જતી ઓનલાઈન કનડગત કરનારા સાયબર ગુનેગારોને પકડવા માટે ગુજરાતમાં જુલાઈમાં ભારતનું સૌપ્રથમ એન્ટિ સાયબર બુલિંગ યુનિટ શરૂ કરાયું છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી ગુનાખોરી વધી રહી છે. જેને નાથવા માટે રાજ્ય સરકારે ચોક્કસ દિશામાં ફળદાઈ પરિણામ મળે તે અર્થે કાર્યવાહી આગળ વધારી છે.

જુલાઈમાં ગુજરાત પોલીસે ગાંધીનગરમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 14 સાયબર પોલીસ સ્ટેશનને ખુલ્લા  મુકવામાં આવ્યા છે. જેમાં રાજ્યના મોટા ભાગના મોટા શહેરનો સમાવેશ થાય છે. અસામાજીક અને લુખ્ખા તત્વો કોઈપણ વ્યક્તિને મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર કે ઈન્ટરનેટના માધ્યમથી ડરાવવા, ધમકાવવા, મજાક ઉડાવવા, અપમાન કરવા કે ગુસ્સો કરવા માટે ઉપસાવે તેવા મેસેજ કરે તે સાયબર બુલિંગની વ્યાખ્યામાં આવે છે. ગુજરાતનું પ્રથમ એન્ટિ સાયબર બુલિંગ યુનિટ ગાંધીનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કાર્યાન્વિત કરવામાં આવ્યું  છે. ગુનાઓની ત્વરીત કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની રચના કરી છે. સાયબર ક્રાઈમના ગુનાઓ થતા અટકાવવા તેમજ થયેલા ગુનાઓની ત્વરીત કાર્યવાહીના હેતુ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોની રચના કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here