મગ‘ફળી’ : સતત ત્રીજા દિવસે મહતમ ભાવમાં નવો રેકોર્ડ, એક મણનો ભાવ રૂપિયા ૧૪૩૬ !!!

0
2249

જામનગર : જામનગરના હાપા એપીએમસી ખાતેના ખુલ્લા બજારમાં શરુ થયેલ મગફળી ખરીદીની પ્રક્રિયામાં દિવસે ને દિવસે મગફળીના ભાવમાં રેકોર્ડ નોંધાઈ રહ્યા છે. ગઈ કાલે મગફળીના મહતમ ભાવ ૧૩૩૫ રૂપિયા બોલાયા બાદ આજે વધુ એક વખત રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. આજે મગફળી ખરીદીમાં નીચામાં નીચા ૮૦૦ અને વધુમાં વધુ રૂપિયા ૧૪૩૬ની કીમતે ખરીદી કરવામાં આવી છે. મગફળીની વિપુલ આવકના પગલે ગઈ કાલથી બંધ રહેલ ખરીદી પ્રક્રિયા આગામી સોમવારથી ફરી શરુ કરવામાં આવશે.

માવઠાની સંભાવનાને લઇ પાંચ દિવસ બંધ રહેલ હાપા માર્કેટિંગ યાર્ડ તા.૨૨થી પૂર્વવત કરવામાં આવ્યું છે. તારીખ ૨૨મીના રોજ ફરીથી  શરુ થયેલ ખરીદ પ્રક્રિયામાં પ્રતિ મણ રૂપિયા ૭૫૦ થી ૧૩૦૦, જયારે તા.૨૩મીના રોજ પ્રતિ મણ રૂપિયા ૮૦૦થી માંડી મહતમ ભાવ રૂપિયા ૧૩૧૫ બોલાયો હતો. બુધવારે ૨૦૦૦૦ ગુણીની આવકના પગલે આ જ પ્રક્રિયા અંતર્ગત તા. ૨૩મીના રોજ નવી આવક બંધ કરવામાં આવી હતી. પરંતુ આગલા દિવસની આવકની ગઈ કાલે ફરીથી હરાજી શરુ કરવામાં આવી હતી જેમાં ૫૫૦૦ ગુણીના સોદો થયા હતા. જેમાં પ્રતિ ૨૦ કિલોના રૂપિયા ૮૦૦થી માંડી રૂપિયા ૧૩૫૦ ભાવ બોલાયો હતો. જે સમગ્ર સૌરાષ્ટ્રના એપીએમસી સેન્ટરોની સાપેક્ષમાં સૌથી વધુ હતો. ગઈ કાલનો રેકોડ બ્રેક ભાવ આજે પણ યથાવત રહેતા નવો રેકોર્ડ સર્જાયો હતો. આજે સવારે નવેક વાગ્યાથી શરુ થયેલ ઓપન બજારની ખરીદીનો સિલસિલો શરુ થયો હતો. જેમાં આજે મહતમ ભાવ રૂપિયા ૧૪૩૬ બોલાયા છે જયારે ન્યનતમ ભાવ પ્રતિ મણ રૂપિયા ૮૦૦ રહયા હતા. સતત વધતા જતા ભાવને લઈને સોમવારથી ખેડૂતોનો જોક જામનગર યાર્ડ તરફ વધુ રહેશે એવા આસાર અત્યારથી જોવા મળી રહ્યા છે. જેને લઈને ફરી એક વખત મંગળવારે યારની આવક બંધ કરવાની નોબત પણ આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here