જામનગર : જૂની RTO ચેક પોસ્ટ પાસે ટ્રક અથડાતા બંને રોડને જોડતું તોતિંગ બોર્ડ ધરાસાઈ, પછી થયું આવું..

0
702

જામનગર અપડેટ્સ : જામનગર નજીક ખંભાળિયા રોડ પર આવેલ જૂની આરટીઓ પાસેના રોડની બંને તરફની જોડતા મોટા લોખંડના સાઈન બોર્ડ સાથે આજે રાત્રે એક ટ્રક અથડાઈ જતા અફરાતફરી મચી ગઇ હતી.

માતેલા સાંઢની જેમ ઘસી આવેલ ટ્રક બોર્ડની એક તરફ ધડાકાભેર અથયાયા બાદ આખો બોર્ડ ધરાસાઈ થયો હતો. જો કે સમય સંજોગે કોઈ ઇજા કે જાનહાની થવા થઇ ન હતી. પરંતુ બોર્ડ રસ્તા પર પડતા ટ્રાફિક જામ થયો હતો. આ બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે તાત્કાલિક જેસીબી બોલાવી બોર્ડ અને ટ્રકને દૂર ખસેડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here