રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ફાયર ઓફિસર પાંચ લાખની લાંચ લેતા પકડાયા

0
359

ગાંધીનગર મહાનગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ફાયર ઓફિસર અને તેના મળતિયાને એસીબીની ટીમે પાંચ લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. ફરીયાદીએ ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે અંતરીક્ષ- બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગાંધીનગરની કચેરીમાંથી પ્લાન મંજુર કરાવવા તથા પ્રિ-એન.ઓ.સી મેળવવા માટે કરેલ અરજી પાસ કરવા અરજદાર પાસેથી લાંચ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.

ફરીયાદીએ ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે અંતરીક્ષ- બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગાંધીનગરની કચેરીમાંથી પ્લાન મંજુર કરાવવા તથા પ્રિ-એન.ઓ.સી મેળવવા અરજી કરી હતી. જે અનુસંધાને ફરિયાદીએ ફાયર ઓફિસર મહેશ મોડ નો કચેરી ખાતે જઈ રૂબરૂમાં સંપર્ક કર્યો હતો. જેમાં ઝડપી NOC મેળવવી હોય તો વ્યવહારના રૂ.૫,૦૦,૦૦૦/- આપવા પડશે એમ ફાયર ઓફિસરે કર્હ્યું હતું.

જો કે અરજદારને રૂપિયા આપવા ન હોવાથી એસીબીને જાણ કરી હતી. જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી ફાયર ઓફિસર મહેશ જોડ અને તેનો મળતીયો કમલ ગઢવી આજે સ્ટેટ ફાયર એન્ડ સેફટી પ્રિવેન્શન સર્વિસીસની કચેરી, ગાંધીનગર ખાતેની ઓફિસે પાંચ લાખની રોકડ રકમ લાંચ લેતા પકડાઈ ગયા હતા. એસીબીએ આરોપી ફાયર ઓફિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફાયર ઓફિસર મહેશ જોડ અગાઉ વર્ષ ૨૦૧૩માં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળી ચુક્યો છે. લાંચ લેતા પકડાયેલ ફાયર ઓફિસર સુરત ખાતે પાંચ વર્ષ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી છે જયારે કચ્છના ભૂકંપ અને ગાંધીનગર અક્ષરધામ હુમલા  વખતે પણ તેઓએ કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here