જામનગર: PM વીઝીટની રૂપરેખા, આમંત્રિતોને જ પ્રવેશ, કોણ કોણ રહેશે હાજર?

0
1285

જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનની સ્થાપના માટેની ગતિવિધિ તેજ બની છે. આગામી ૧૯મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએનની ભારત ખાતેની પ્રથમ આઉટ પોસ્ટ ઓફીસનું શિલાન્યાસ કરશે. જેમાં મોરેશિયસના વડાપ્રધાન,અન્ય દેશોના ડેલીગેટ્સ, મુખ્ય મંત્રી, બંને આયુસ મંત્રી ઉપરાંત દેશભરના આયુસ તજજ્ઞો હાજરી આપશે. આ કાર્યક્રમમાં થોડી ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ બપોર બાદ યોજાનાર કાર્યક્રમ હવે બપોરે યોજાશે અને વડાપ્રધાન જામનગરમાં જ દેશી ભોજન કરશે. વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી, પોલીસ અને લગત સરકારી તંત્રએ તડામાર તૈયારીઓ શરુ કરી છે.

આગામી તા.૧૯મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જામનગર પ્રવાસ નક્કી થયો છે. દેશની પરંપરાગત ચીકીત્ષા પદ્ધતિ આયુર્વેદમાં જામનગર મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતના આયુર્વેદમાં જામનગરના ઝંડુ ભટ્ટએ અનોખુ યોગદાન આપ્યું છે. જેને લઈને જામનગરમાં આયુર્વેદ યુનીવર્સીટીની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્સ્ટીટયુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ સેન્ટર ફોર આયુર્વેદ પણ જામનગરને મળ્યું છે. હવે જામનગરને વધુ એક વૈશ્વિક ઓળખ મળવા જઈ રહી છે. વિશ્વના તમામ દેશોની પરંપરાગત દવાઓનું એક વૈશ્વિક સેન્ટર જામનગર ખાતે ઉભું થવા જઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ જામનગર નજીક ખંભાલીયા રોડ પર લાખાબાવળના પાટિયા સામે ગોરધનપર ગામના સર્વે નંબરમાં ૩૫ એકર જમીન પર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનનો શિલાન્યાસ કરવામાં આવશે. આગામી તા. ૧૯મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરેશિયસના વડાપ્રધાન, whoના ચેરમેન, અન્ય દેશોનું ડેલીગેટ્સ, કેન્દ્રના બંને આયુસ મંત્રી, રાજ્યના મુખ્ય મંત્રી તેમજ દેશભરનાં આયુસ તજજ્ઞોની ટીમ પણ જામનગર આવશે.

પ્રથમ વખત વડાપ્રધાનનો કાર્યક્રમ બપોર બાદનો નક્કી થયો હતો. આ કાર્યક્રમમાં માત્ર બે હજાર જેટલા જ આમંત્રિતોને બોલાવવામાં આવ્યા છે. કાર્યક્રમની રૂપરેખા તૈયાર થયા બાદ સ્ટેજ નક્કી કરવામા આવ્યા હતા. જર્મન ડોમમાં અતિ આધુનિક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીએમ એરપોર્ટથી  સીધા જ કાર્યક્રમ સ્થળ પર જશે. એક ડોમમાં પ્રધાનમંત્રીનું ઉદબોધન અને અન્યમાં બે સ્ટેજમાં જમણવાર રાખવામાં આવ્યો છે. પ્રથમ ત્રણ વાગ્યા આસપાસ નક્કી થયેલ કાર્યક્રમ દોઢ કલાક વહેલો શરુ થશે. બપોરે દોઢ વાગ્યે પીએમનો કાફલો જામનગર એરફોર્સ સ્ટેશનને લેન્ડ થશે અને તુરંત બાય રોડ સ્થલ પર રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here