આનંદો : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, સીએમનું મોટું નીવેદન

0
960

જામનગર : રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે લાંબા સમય બાદ સરકારે સારા સમાચાર આવ્યા છે. જેને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોમાં આનંદ ફેલાયો છે. રાજયમાં બે-ત્રણ વર્ષથી સરકારી ભરતી પ્રક્રિયામાં ઓટ આવી છે. જેને લઈને જુદી જુદી પરીક્ષણોની તૈયારી કરતા લાખો ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો.

જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગ સહિતની ભરતી પ્રક્રિયામાં આવેલી સીથીલતા અંગે આજે રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી મહત્વનો નિર્ણય લીધો છે. આગામી ભરતી પ્રક્રિયા અંગેના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપી દેવામાં આવશે. આ ઉપરાંત ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા પણ મુખ્યમંત્રીએ જે તે વિભાગને સ્પષ્ટ સુચના આપી છે. આગામી પાંચ  મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે એમ પણ તેઓએ ઉમેર્યું હતું. સરકારના દાવા મુજબ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here