જામનગર : લ્યો બોલો, ક્વોરેન્ટાઈન પીરીયડ પુરો થયા પછી દર્દી પોજીટીવ

0
536

જામનગર : જામનગર જીલ્લામાં સતત પાંચમાં દિવસે કોરોનાના વધુ કેસ સામે આવતા તંત્ર ઘાંઘુ થયું છે. જામનગરમાં ગઈકાલે સાંજે જામનગર શહેર-જીલ્લામાં કુલ ૬૪ શંકાસ્પદ દર્દીઓના નમુનાઓનું જીજી હોસ્પિટલની લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની જીજી હોસ્પિટલથી કોરોનાની સારવાર કરવા ગયેલ અને પરત આવેલ જીજી હોસ્પીટલના જ ૨૬ વર્ષીય ડોક્ટરનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. વધુ એક ડોક્ટરનો રીપોર્ટ પોજીટીવ આવતા અત્યાર સુધીમાં ડોક્ટરની કુલ સંખ્યા છ પર પહોચી છે. આ તમામ ડોકટરો અમદાવાદના કોરોના પોજીટીવ દર્દીઓની સારવાર માટે અમદાવાદ ગયા બાદ સારવાર વખતે સંક્રમણનો ભોગ બન્યા છે. જયારે આજના અન્ય બે પોજીટીવ દર્દીઓમાં લાલપુરની ૫૫ વર્ષીય મહિલા છે. જે પાંચ દિવસ પૂર્વે વડોદરાથી લાલપુર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તે હાલ હોમ ક્વોરેન્ટાઈન છે અને અન્ય એક કેસ જામજોધપુર તાલુકાના સતાપર ગામની મહિલાનો છે, જે ૨૩ વર્ષની ઉમર ધરાવે છે. આ મહિલા તા.૨૭મીના રોજ કર્નાટક રાજ્યમાંથી અહી આવી હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારી એ જી બથવારે જણાવ્યું છે. જો કે આ યુવતીનો ક્વોરેનટાઈન પીરીયડ પૂરો થયા બાદ તેણીની પોજીટીવ આવી હોવાનું ખુદ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. જેથી લોકલ સંક્રમણની સંભાવના નકારી સકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here