તમને ખબર છે ? આ તાલુકામાં પડી ગયો સત્રનો ૨૦ ટકા વરસાદ

0
539

જામનગર : જામનગર જીલ્લામાં વીતેલા ચોવીસ કલાકના ગાળામાં જામજોધપુર અને લાલપુર તાલુકા મથકે ઝાપટાઓ પડ્યા હતા જયારે આ બંને ઉપરાંત અન્ય કાલાવડ તાલુકાના ગામડાઓમાં અડધાથી એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. સતત સાતમા દિવસે જીલ્લાના ત્રણ તાલુકાના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં કાલાવડ તાલુકાના ખરેડી અને નવા ગામમાં ૩૦-૩૦ મીમી અને મોટા પાંચદેવડા ગામે ૨૦ મીમી વરસાદ નોંધાયો છે. જયારે જામનગર તાલુકાના દરેડ ગામે ૧૫ મીમી અને લાખાબાવળ ગામે બે મીમી વરસાદ નોંધાયો હતો. જયારે સતત સાતમાં દિવસે જામજોધપુર તાલુકાના સમાણા ગામે ૨૫ મીમી અને જામવાડી ગામે નવ મીમી વરસાદ પડ્યો હતો. જયારે લાલપુર તાલુકાના મોડપર ગામે અને ડબાસંગ ગામે ૩-૩ મીમી સ્વરૂપે ઝાપટીયો વરસાદ નોંધાયો હતો. મોષમના કુલ વરસાદની વાત કરીએ તો લાલપુર તાલુકા મથકે ૪૮ મીમી, જામજોધપુર તાલુકામાં ૧૩૫ મીમી વરસાદ જે મોસમના કુલ વરસાદના ૨૦.૭૩ ટકા વરસાદ સૂચવે છે. જયારે ધ્રોલ તાલુકા મથકે ૩૭, જોડિયા તાલુકા મથકે ૧૨, જામનગરમાં ૧૬ અને કાલાવડમાં ૬૯ મીમી વરસાદ નોંધાયો છે. મોશમના એવરેજ વરસાદ પ્રમાણે વાત કરીએ તો લાલપુરમાં ૭.૭ ટકા, ધ્રોલમાં ૬.૮૨ ટકા, જોડિયામાં ૨.૧૪ ટકા, જામનગરમાં ૨.૩૨ ટકા અને કાલાવડમાં ૧૨ ટકા વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here