ઓખા: દુકાન સામે કેબીન ઉભી કરી પિતા પુત્રએ જમીન પચાવી પાડી, વેપારીઓને ફડાકા ઝીક્યા

0
538

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામાં મેઈન બજારમાં એક વેપારીની દુકાન સામે જ કેબીન ઉભી રાખી વેપાર શરુ કરી જમીન પચાવી પાડનાર પિતા પુત્રએ ફરિયાદ કરવા ગયેલ વેપારીઓને ફડાકા ઝીકી દીધા હોવાની ઘટના પોલીસ દફતર સુધી પહોચી છે. પોલીસે પિતા પુત્ર સામે જમીન પચાવી પાડવા સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઓખામાં ઓખા મેઇન બજાર ટાઉનબીટ વિસ્તારમાં વેપાર કરતા નિલેષભાઇ ભગવાનદાસ વિઠલાણીની દુકાન સામે પ્રકાસ ચત્રચુજ રાઠોડ અને તેના પુત્ર આર્દશ પ્રકાશ રાઠોડએ દુકાનની આગળ સરકારી ફુટપાથ ઉપર નાસ્તાની (દાબેલી) ની રેકડી ઉભી રાખી ધંધો શરુ કર્યો હતો. જેને લીધે આવતા જતા રાહદારી માણસોને અવરોધ ઉભો થતો હતો તેમજ જાહેર ટ્રાફિક્ને અડચણરુપ થાય તે રીતે રેકડી ઉભી રાખી હતી. ત્યારબાદ પિતા પુત્રએ કોમન ચાલનો ગેઇટ તથા દીવાલ તોડી તેમાં અપ પ્રવેશ કરી કેબીન મુકી તેમજ નીલેશભાઈની માલીકીની જગ્યા તેમજ અન્ય દુકાનોના સંકુલની કોમન ચાલની જગ્યા પચાવી પાડી હતી. જેને લઈને અકડાયેલ વેપારીઓએ એકત્ર થઇ પિતા પુત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. જેનાથી ઉસ્કેરાયેલ પિતા પુત્રએ વેપારીઓ સાથે ગાળાગાળી કરી તેમજ ઝાપટનો ઘા કર્યો હતો.

ત્યારબાદ વેપારીઓએ કાયદેસરની કાર્યવાહી કરતા બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને આ પ્રકરણ પોલીસ દફતર પહોચ્યું હતું. પોલીસે વેપારી નીલેશભાઈની ફરિયાદ નોંધી હતી. પિતા પુત્ર સામે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમન- ૨૦૨૦ ની કલમ ૩, ૪(૧),૪(૨),૪(૩) તથા ઇ.પી.કો કલમ-૨૮૩, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૪૭,૩૪૧ મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here