ઓખા: પ્રેમ લગ્ન કર્યા બાદ પતિએ પત્નીને દસ માસ પુરી રાખી ઘરમાં..પછી

0
1129

તા:9/3/2023 યુવતીના માતાએ devbhumi dwarka જિલ્લા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે મારી દીકરીએ ભાગીને લવ મેરેજ કરેલ છે અને અમે અમારી દીકરીને મળવા જઈએ તો મળવા  કે વાત કરવા દેતા નથી. આ વાત જાણવા મળતા 181 ની ટીમ મદદ માટે પહોંચી હતી. 181 ની ટીમ સ્થળ પર ગયેલ રૂબરૂ યુવતી નું કાઉન્સિલિંગ કર્યું હતું. યુવતીએ જણાવ્યું કે, દસ મહિના પહેલા મેં ભાગીને લગ્ન કર્યા હતા ત્યારબાદ મારા પતિ મને  ઘરમાં પૂરીને રાખતા. મારા સાસુને નણંદ બધા જ મને અવાર-નવાર મેણાં બોલીને માનસિક ત્રાસ આપતા હતા.

આખો દિવસ કામ પૂરું થયા પછી પણ વારંવાર ઘરના કામ કરાવ્યા રાખતા. જો હું ઘરેથી જવાનું કહું તો મારા પતિ મને ધમકી આપતા કે હું તારા ભાઈઓને મારી નાખીશ છતાં એકવાર હું હિંમત કરીને મારા પિયર જતી રહી પરંતુ સાત લોકો આવીને મને જબરદસ્તી લઈ ગયા હતા અને ઘરે લાવીને ધમકીઓ આપી જેથી હું ખૂબ ડરી ગઈ હતી અને આગળ કાંઈ પણ કરી શકું એમ ન હતી.

બે દિવસ પહેલા મંદિરે માનતા છે એવું બહાનું કાઢ્યું. અને ખૂબ મનાવ્યા બાદ મારા પતિએ મને મંદિરે જવા દીધી. ત્યાં એક અજાણ્યા વ્યક્તિ પાસેથી મેં કોઈને ખબર ના પડે તે રીતે ફોન કરીને મારા માતા સાથે વાત કરેલ કે મને અહીંયા થી લઈ જાઓ. અને મને અહીંયા ખૂબ હેરાનગતિ છે. પરંતુ મારા માતાએ જણાવ્યું કે હું કઈ રીતના મદદ કરી શકું. મેં એમને જણાવ્યું કે તમે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ માંગજો. એ આપણી મદદ કરશે મેં ઘણીવાર મીડિયામાં જોયું છે તેમની કામગીરી વિશે ખૂબ સાંભળ્યું છે તો તમે એમને લઈને આવજો.

181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યા બાદ ટૂંક સમયમાં જ 181 ની ટીમ ના કાઉન્સિલર મનિષાબેન રમેશભાઈ વઢવાણા અને કોન્સ્ટેબલ ઇલાબા ખેર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. યુવતીનું કાઉન્સિલિંગ કર્યા બાદ તેમનો નિર્ણય તેમના માતા સાથે રહેવાનો હતો સાસરી પક્ષને સમજાવ્યા છતાં સમજવા તૈયાર થતા નહીં અને બહેનને જબરદસ્તી પકડી રાખેલ. જેથી તેમને કાયદાનું ભાન કરાવ્યું અને સમજાવ્યા બાદ યુવતીને જવા દેવા તૈયાર થયેલ અને 181 ની ટીમે યુવતીને  સુરક્ષિત રીતે તેમના માતાને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. યુવતીના માતાએ 181 ટીમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here