જામનગર: કોલેજીયન યુવતી સાથે ધરાર પ્રેમ કરવા માંગતા રોમિયોએ…

0
666

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં ગઈકાલે સાંજે ટ્યુશન જતી એક કોલેજીયન યુવતીને આંતરી લઈ ધરાર પ્રેમી બનવા માંગતા રોમિયોએ છરી વડે હુમલો કરી યુવતી ને લોહી લુહાણ કરી નાખતા સંસનાટી મચી જવા પામી છે. તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે કેમ એમ કહી રોમિયોએ હુમલો કર્યો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે. આ બનાવના પગલે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી માથાના ભાગે પાંચ ટાકા સહિતની સારવાર લઈ તબીબો એ ભયમુક્ત કરી હતી.

નગરમાં ચર્ચા બનાવવાની વિગત મુજબ ગઈકાલે સાંજે રામેશ્વર નગર વિસ્તારમાં આવેલ કેપી શાહની વાડીમાં પોતાની બહેનપણી સાથે સ્કુટીમાં એકટીવા પર જતી એક યુવતીને અજય સરવૈયા નામના સખશે આંતરી લીધી હતી. એક્ટિવા સ્કૂટર ઊભું રખાવી આરોપી અજયએ તેણીને પૂછ્યું હતું કે ‘તારે મારી સાથે પ્રેમ સંબંધ બાંધવો છે કે કેમ ?જેના જવાબમાં યુવતીએ ના પાડતા ઉશ્કેરાયેલા શકશે પોતાના પેટના નેફામાંથી છરી કાઢી યુવતી પર હુમલો કરી દીધો હતો. માથા અને કપાળના ભાગે આરોપીએ એક ગામ મારી દેતા યુવતી લોહી લુહાણ થઈ ગઈ હતી. આ બનાવના પગલે લોકો એકત્ર થઈ જતા આરોપી નાસી છૂટયો હતો.

ત્યારબાદ યુવતીને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેણીના માથા પર તબીબોએ પાંચ ટાકા આપી સારવાર કરી હતી. આ બનાવ અંગે યુવતીએ આરોપી અજય સામે ફરિયાદ નોંધાવી હતી .જેમાં આરોપી એ ધરાર પ્રેમ સબંધ રાખવા માંગતો હોય અને તેણે ના પાડતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે.આ બનાવના પગલે સીટી બી ડિવિઝન પોલીસ દફત્તરના સ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપી સામે યુવતીએ આ મુજબની ફરિયાદ નોંધાવી છે.

તેણીની પોતાની ફઇની દીકરી રશ્મિબેન સોલંકીના એકટીવા મો.સા મા પાછળ બેસી પોતાના ટયુશન કલાસમા જતા હોય ત્યારે આરોપીએ રસ્તામા રોકી કહેલ કે ‘તારેમારી સાથેપ્રેમ-સંબધ રાખવો છેકે કેમ ? તેમ કહેતા તેબીએ પ્રેમ સંબધરાખવાની ના પાડતા ,આરોપી અજય સરવૈયા એકદમ ઉશ્કેરાય જઇ જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી, પોતે પહેરેલ પેન્ટના નેફા માથી છરી કાઢી તેણીને એક ઘા માથમા કપાળની ઉપર ડાબી બાજુના ભાગે મારી ઇજા પહોચાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here