જામનગર નજીકના સિક્કા બંદરે આવેલ એક રશિયન સીપના રશિયન કૃ મેમ્બરનું બેભાન થઇ જતા મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે બેડી મરીન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ગત તા. 7મીના રોજ આ ઘટના ઘટ્યા બાદ પોલીસે જરુરુ કાર્યવાહી કરી હતી.

જામનગર નજીક સિક્કા બંદર નજીકના દરિયામાં આ ઘટના ઘટી હતી. જેમાં ભારત દેશના સિક્કા બંદર આવતા દરીયાઇ માર્ગમા ગત તા.7મીના રોજ રશિયન સીપ પસાર થતું હતું. પનામા એમ.વી.ચાર્વી નામના શિપ રશીયા દેશથી ક્રુડ ઓઇલ ભરી ભારત દેશમા સિક્કા બંદરે જળ માર્ગે આવતુ હતું ત્યારે ગઇ તા.૦૭/૦૩/૨૩ ના સવારે સાડા આઠેક વાગ્યે શિપમા ક્રુ મેમ્બર MR.YURYSMOL YANINOV ઉવ ૫૪ વાળો પોતાની કેબીનમા બેભાન હાલતમા મૃત્યુ પામ્યો હતો. આ બનાવ અંગે જોબીન થોમસ વર્ગીસ ઉવ ૩૯ રહે બેડી રીંગ રોડ, સોરઠીયા વાણંદ સમાજની વાડી સામે, બ્લોક નં ૩૫/૩ જામનગર વાળા કૃ મેમ્બરએ પોલીસને જાણ કરી હતી. જેને લઈને બેડી મરીન પોલીસ દફતરનો સ્ટાફ શીપ પર પહોચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બેડી પોલીસે એડી સબંધિત કાગળ તૈયાર કરી પોરબંદર નવી બંદર મરીન પોલીસને સુપ્રત કરી દીધા હતા.
