જામનગર: જામવંથલી ગામે બપોરે બે કલાકમાં 14 તોલા દાગીનાની ચોરી

0
3158

જામનગર તાલુકાના જામ વંથલી ગામે માતબર ચોરીનો અન્ય એક બનાવ સામે આવ્યો છે. જેમાં ધોળા દિવસે એક કલાકના ગાળામાં કોઈ જાણ ભેદુ તસ્કરો વૃદ્ધ દંપતીના મકાનને નિશાન બનાવી સાડા 14 તોલા સોનાનાં અને અન્ય ચાંદીના દાગીના સહિતનો સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
વૃદ્ધના રાજકોટ રહેતા પુત્રવધુના અને વૃદ્ધ દંપતીના દાગીના અહીં ગામડે મકાનમાં સાચવીને રાખ્યા હતા તે ચોરી થઈ ગઈ છે.

જામનગર તાલુકાના ગામ વંથલી ગામે રહેતા જશુબેન છગનભાઈ પરમાર ના વાડિયા આવેલા મકાનના ગઈકાલે ધોળા દિવસે કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બપોરે 11:30 વાગ્યાથી 12:30 વાગ્યા દરમ્યાન બંધ રહેલા આ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ લાકડાના કબાટમાં રાખેલ સાડા 14 તોલા સોનાના જુદા જુદા દાગીનાઓ તેમજ ચાંદીના દાગીનાઓ સહિત ₹2.80 લાખનો મુદ્દામાલ હાથ વગોકરી નાશી ગયા હતા.


સાત વીઘા જમીન ધરાવતા વૃદ્ધ દંપતિ પોતાની અન્ય વાડીએ ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની વિગતો જાહેર થઇ છે. વૃદ્ધ દંપતીનો પુત્ર રાજકોટ સ્થાયી થયો છે. જ્યારે તેની પત્નીના અને વૃદ્ધ દંપતિના ઘરેણા અહીં ગામડે રાખવામાં આવ્યા હતા. કોઈ જાણ ભેદુ તસ્કરે મકાનમાં હાથ માર્યો હોવાની આશંકા જતાવી પંચકોષી એ ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મૃદુ દંપતિ જ્યારે કપાસ ઘરમાં હતો ત્યારે પોતાના દાગીના આ કપાસ અંદર સંતાડતા હતા પરંતુ કપાસ વેચાઈ ગયા બાદ તેઓ લાકડાના કબાટમાં દાગીના રાખતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here