જામનગર: પ્રેમિકાની સગાઈ થઈ, પ્રેમીઓ વિખુટા પડ્યા પણ..

0
1912

જામનગર નજીકના લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે એક યુવાન પર બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારી ફરિયાદ નોંધાઇ છે. ઘાયલ યુવાન બે પૈકીના એક આરોપીની બહેન સાથે અગાઉ પ્રેમ સંબંધ ધરાવતો હતો આ બાબતનો ખાર રાખીને પૂર્વ પ્રેમિકાના ભાઈએ અન્ય શખ્સ સાથે મળી, આ બનાવને અંજામ આપ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર નજીકના દરેડ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેની વિગત મુજબ રોડ પર રહેતા અને આ જ વિસ્તારમાં ચાની હોટલ ધરાવતા મહેશભાઇ મોમાભાઇ
નાથાભાઇ ઝાપડા નામના 21 વર્ષીય યુવાન ગઈ કાલે તેમની ઉપર હતો ત્યારે દરેડ ગામે રહેતા સાગર ભોજાભાઇ ગમારા નો ફોન આવ્યો હતો અને તેઓને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ યેલો ગોલ્ડ કારખાનાની પાસે બોલાવ્યો હતો જેને લઈને મહેશ પોતાનું મોટરસાયકલ લઇ તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો . જ્યાં પ્રથમથી જ લાકડાના ધોકા સાથે સજ્જ સાગર અને તેની સાથેના જામનગર તાલુકાના વિજરખી ગામના ભરત ભરવાડ નામના બંને સક્ષોએ બોલાચાલી કરી હતી.

ત્યારબાદ બંને શખ્સોએ મહેશ પર હુમલો કરી આડેધડ માર્યો હતો જેમાં મહેશને બન્ને હાથમા ફેકચર સહિતની ઇજા તથા શરીરે મુઢ ઇજાઓ પહોંચી હતી. બંને આરોપીઓ માર મારી નાશી ગયા હતા ત્યારબાદ ઘાયલ યુવાને હોસ્પિટલમાં સારવાર પંચપોથી બે ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ પેકી આરોપી સાગરની બહેન સાથે મહેશને અગાઉ પ્રેમ સંબધ હતો.

પરંતુ તેણીની ની સગાઈ થઈ જતા આ સંબંધ તૂટી ગયો હતો. આ પ્રેમ સંબંધનો ખાર રાખીને આરોપી સાગર સહિતના બંને સભ્યોએ હુમલો કરી માર મારી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. શરીરે આડેધડ ધા મારી ઇજા પહોંચાડી બંને શખ્સોએ ‘હવેથી પ્રેમ સંબધ રાખતો નહી
નહીતર મર્ડર કરી નાખશુ’ તેવી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here