દેવભૂમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ખાનગી કલીનીક ચલાવતા આસામીના ઘરમાંથી માતબર ચોરીનો બનાવ સામે આવ્યો છે. દંપતી અને તેની પત્ની નીચેના રૂમમાં સુતા હતા ત્યારે ઉપરના રૂમમાંથી કોઈ ચોર અંદર પ્રવેશી સાડા આઠ તોલા વજનના સોનાના બે હાર અને રૂપિયા ૬૦ હજારની રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી થઈ ગયો હોવાની વિગતોમાં જાહેર થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે ગઈકાલે ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે આવેલા મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યા બાદ ભાણવડ તાલુકા મથકે વધુ એક બાર ચોરીનો બનાવ સામે આવ્યો છે જેને વિગત મુજબ, ભાણવડમાં ઓમકાર ગ્રીન ગાર્ડનની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા નગાભાઇ ઉર્ફે નયનભાઇ દેવાણંદભાઇ રાવલીયાના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું, તા.12મીના રોજ રાત્રે ત્રણ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમ્યાન નગાભાઈના રહેણાંક મકાનના રસોડાની બારી તથા દરવાજો કોઇપણ રીતે ખોલી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા.

મકાનમા પ્રવેશ કરી નગાભાઈ, તેમની પત્નિ તથા દિકરી જે ઉપરના રૂમમા સુતા હોય તે રૂમમાં આવેલ લાકડાના કબાટમાં રહેલ સોનાના દાગીનાના બે હાર કિ.રૂ.૫,૨૩,૦૫૯ તથા એક ખોટી ધાતુનો પીળૉ હાર કિ.રૂ.૫૦૦ તથા રોકડા રૂપિયા-૬૦,૦૦૦ મળી કુલ મુદામાલ રૂપિયા-૫,૮૩,૫૫૯ની ચોરી કરી ગયા હતા.
આ બનાવો અંગે વહેલી સવારે જાણ થતા નગાભાઈએ સ્થાનિક પોલીસમાં જાણ કરી હતી જેને લઇને સ્થાનિક પોલીસ એ ઘટના સ્થળે દોડી જાય એફએસએલ અને ડોગ્સ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરી છે.

નગાભાઈ અગાઉ લાલપુર તાલુકાના પડાણા ગામે ક્લિનિક ચલાવતા હતા ત્યારબાદ ત્યાંથી તેઓ ભાણવડ આવી ગયા હતા અને તેઓ ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ખાતે પોતાનું ખાનગી ક્લિનિક ચલાવે છે. તેઓની પત્ની તાલુકાના શિવા ગામે શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.