જામજોધપુર: મોટા વડીયા ગામે બે ફિલ્ડમાં ચાલતા જુગાર પર LCBની રેઇડ

0
1741

જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામે ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી ૧૮ સખ્સોને ૬૮ હજારની રોકડ સહીત રૂપિયા ૧૬.૬૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસે ૧૩ મોબાઈલ ફોન, બે કાર અને રોકડ સહિતનો મુદ્દામલ કબજે કરી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુગાર રમતા ૧૮ સખ્સોની ધરપકડ કરી હતી.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામે એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના સંજય કરશન ચાવડા, કરશન પાલા chavda, જીવા નાથા બૈડીયાવદરા, પાલા વેજાનંદ કનારા, એભા દેવરખી કનારા, ગોવિંદ અરજણ બૈડીયાવદરા, હેમંત ડાડુ ચાવડા, જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના રબારીકા ગામના રામા રણમલભાઈ ચાવડા, મોટી ગોપ ગામના ઘેલા માવજીભાઈ મહેતા નામના શખ્સો આબાદ પકડાયા હતા.

જ્યારે અન્ય ફિલ્ડમાં જુગાર રમતા ભાણવડ તાલુકાના શિવા ગામના હમીર પરબતભાઈ કનારા, ગજાભી આંબરડી ગામના ગીરધરભાઈ કાનજીભાઈ વિસાવાડિયા, લાલપુર તાલુકા મથકે ધરારનગરમાં રહેતા નાથા નારણ ગમારા, ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા સતીશ ભીખુભાઈ માન્સુરીયા, પંકજ ધનજી નકુમ, લાલપુરમાં પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતા અશોકભારથી રમેશભારથી ગોસાઈ, લાલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કોલીવાસમાં રહેતા જયેશ રામજી ચોહાણ,  લાલપુર તાલુકાના સણોસરી ગામે રહેતા બાબુ બચુભાઈ ખવા, લાલપુર તાલુકા મથકે કોર્ટ પાસે રહેતા સંજય રમણીકભાઈ ગોસ્વામી નામના સખ્સોને આબાદ પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સખ્સોના કબ્જામાંથી ૬૮૩૦૦ની રોકડ, તેર નંગ મોબાઈલ ફોન, બે કાર સહીત રૂપિયા ૧૬.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

કાના માલદે કરંગીયાની વાડી પાસે આ સખ્સો બે ફિલ્ડમાં બેસી જુગાર રમતા હોવાની વિગતો જાહેર થઇ છે. બંને ફિલ્ડમાં પોલીસે એક સાથે જ તરાપ મારી તમામ સખ્સોને ઉઠાવી લીધા હતા. ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યે એલસીબીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ દફતરમાં સોપો પડી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here