ઓખા : અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે ટક્કર

0
1541

જામનગર : ઓખા નજીકના અરબી સમુદ્રમાં
નજીક એક વિદેશી અને એક ભારતીય જહાજ વચ્ચે ટક્કર થતા આપાતકાલીન મદદની જરૂર પડી હતી. જેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીની ટિમ સમયસર પહોંચી જઈ બંને જહાજના 43 ક્રુ મેમ્બરને ઉગારી લીધા છે. બંને જહાજ વચ્ચે ટક્કર થતા જહાજમાં રહેલ ઓઇલને કારણે જળ પ્રદુષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે ટક્કર થઈ હતી. ગત રાત્રે દસેક વાગ્યાના સુમારે ઘટેલી આ ઘટના ક્યા કારણોસર થઈ છે તે જાણી શકાયું નથી. જોરદાર ટકકરના કારણે બંને શિપમાં નુકશાની પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઘટનાના પગલે બંને શિપ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માંગવામાં આવી હતી. જેને પગલે બચાવ શિપ સાથે ભારતીય કોસ્ટગાર્ડની એક ટિમ ઘટના સ્થળે પહોંચી બંને શિપમાના 43 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા. એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં ૨૧ ભારતીય crew મેમ્બર હતા જ્યારે ફિલિપાઈન્સના માય એવીએટર જહાજમાં 22 ફિલિપાઈન્સ ક્રુ મેમ્બર સવાર હતા. બીજી તરફ બંને શિપમાંથી ઓઇલ રસાવ સમુદ્રમાં ન ભળે અને જળ પ્રદુષણ ન થાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here