જામનગરમાં માથાભારે વ્યાજખોનો ત્રાસ એવો કે….

0
1353

જામનગરમાં સજુબા સ્કુલની સામે દીપક સોપિંગ સેન્ટરમાં ઓફીસ ધરાવતા પ્રિયરાજસિંહ કુલદીપસિંહ જાડેજા નામના સખ્સે લોન્ડ્રીનો વ્યવસાય કરતા રશ્મીનભાઈ હસમુખભાઈ ગણાત્રા નામના યુવાનને ત્રણેક માસ પૂર્વે પોતાની ઓફીસ બોલાવ્યો હતો. વ્યાજખોર પ્રિયરાજસિંહે નાના ધંધાર્થી એવા રશ્મીનભાઈને દસ ટકાના વ્યાજદરે રૂપિયા ૩૩ હજાર આપ્યા હતા. જેની ત્રણ માસનું વ્યાજ ચડી જતા આરોપીએ ગત તા. ૩૧/૦૮/૨૦૨૧ના રોજ સાંજે સાડા છ્યેક વાગ્યે યુવાનને પોતાની ઓફીસ બોલાવ્યો હતો. જ્યાં આરોપીએ વ્યાજની રકમ વસુલવા માટે જેમફાવે તેમ ગાળો આપી, ઉઠક બેઠક કરાવી પ્લાસ્ટીકના પાઇપથી શરીરે આડેધડ માર મારી તથા કીડની ઉપર ગંભીર ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

આ બનાવ બાદ કીડનીમાં દુખાવો થતા યુવાને સારવાર લીધી હતી. દરમિયાન ગઈ કાલે પોલીસ દફતરે પહોચી તેઓએ આરોપી પ્રીયરાજસિંહ સામે આઈપીસી કલમ ૩૮૪,૩૮૭,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ બળ જબરીથી નાણા કઢાવી લેવા યુવાનને  વ્યક્તિ મોત તથા મહાવ્યથાના ભયમા મુકવા માર માર્યો હોવાનો આરોપ લગાવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here