ખળભળાટ : શાળાઓ શરુ થયા બાદ જીલ્લામાં વિધાર્થીની કોરોના પોજીટીવ, હોસ્ટેલ-શાળા એક સપ્તાહ બંધ

0
531

જામનગર : નવ મહિના બાદ રાજ્યભરમાં ધોરણ ૧૦-૧૨ના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે…કોરોનાના ઓછાયા વચ્ચે શરુ  કરવામાં આવેલ અભ્યાસકાળના બે દિવસમાં જ એક વિદ્યાર્થીની પોજીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. જામનગર જીલ્લાની જોડિયા તાલુકા મથકે આવેલ હુન્નર શાળાની ધોરણ બારની વિદ્યાર્થીની પોજીટીવ જાહેર થતા જ શાળા-હોસ્ટેલનું શીક્ષણ કાર્ય એક સપ્તાહ માટે થંભાવી દેવામાં આવ્યું છે. ડીઈઓના જણાવ્યા મુજબ હોસ્ટેલમાં પ્રવેશ વખતે જ એન્ટીજન  ટેસ્ટમાં આ કેસ સામે આવ્યો હોવાથી અન્ય વિદ્યાર્થીનીઓને ખતરો નથી પણ તકેદારીના ભાગ રૂપે એક સપ્તાહ સુધી શિક્ષણ કાર્ય મૌકુફ રાખવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી છે.

ગઈ કાલથી જ શાળાઓનું શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જીલ્લાની જોડિયા તાલુકા મથકે આવેલ હુન્નર શાળાનું પણ ધોરણ દસ અને બારનું શિક્ષણ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. જો કે તંત્ર દ્વારા હોસ્ટેલમાં આવેલ તમામ વિદ્યાર્થીનીઓના એન્ટીઝન ટેસ્ટ કર્યા હતા. જેમાં રામપર ગામની ધોરણ બારની એક વિદ્યાર્થીનીનો ટેસ્ટ પોજીટીવ આવતા દોડધામ મચી ગઈ હતી. આ બાબતની ગંભીરતાને લઈને જીલ્લા શિક્ષણાધિકારી એસ એ ડોડીયાએ તાત્કાલિક અસરથી હોસ્ટેલ અને શાળા કાર્ય બંધ રખાવી દીધું હતું. અધીકારી ડોડીયાના જણાવ્યા અનુસાર રામપર ગામની વિદ્યાર્થીનીનો ટેસ્ટ પોજીટીવ આવતા તકેદારીના ભાગ રૂપે એક જ કમ્પાઉંડમાં આવેલ હોસ્ટેલ અને શાળાનું શિક્ષણ કાર્ય મૌકુફ રાખવામાં આવ્યું છે. જે બાળકી પોજીટીવ આવી છે એ બાળકી હોસ્ટેલમાં પ્રવેશ પૂર્વ જ જાહેર થઇ જતા અન્ય બાળકીઓ પર ખતરો ન હોવાનું ડોડીયાએ ઉમેર્યું છે, પણ તકેદારીના ભાગ રૂપે એક સપ્તાહ સુધી શિક્ષણ મૌકુફ રાખી તમામ બાળકીને રજા આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here