જામનગર : સાંસદ પૂનમબેન માડમ દ્વારા કોરોના વેકસીનના પ્રથમ જથ્થાનું સ્વાગત

0
408

જામનગર : આગામી તા. ૧૬મીથી જામનગર શહેર-જીલ્લામાં કોરોના વેક્સીનેસન હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્વે જામનગર જિલ્લાને ફાળવવામાં આવેલ જથ્થો આજે જામનગર આવી પહોચતા તેનું સાંસદ પુનમબેન માડમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.  રાજ્યભરમાં આગામી શનિવારથી દેશભરમાં કોરોના વેક્સીનેશન પીરીયડ શરુ થશે.

રાજ્યમાં આવી પહોચેલ રસીને જિલ્લાઓમાં પહોચતી કરવામાં આવી છે. આજે જામનગર ખાતે પણ વેક્સીનનો જથ્થો  આવી પહોચ્યો છે. પ્રથમ તબક્કામાં ૧૪ હજાર ડોઝ નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ જથ્થો રાત્રે જામનગર કલેકટર કચેરીએ આવી પહોચ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા હેઠળ આવી પહોચેલ વેકસીનના જથ્થાનું સાંસદ, કલેકટર, કમિશ્નર અને વહીવટી તંત્રની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. સાંસદ પૂનમબેન માડમ દ્વારા શ્રીફળ અને હારતોરા કરી વેકશિનના વધામણા કરવામાં આવ્યા હતા. પ્રથમ તબ્બકામાં જામનગર શહેરમાં નવ હજાર અને જીલ્લામાં પાંચ હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેક્સીનેશન ડોઝ આપવામાં આવશે. પ્રથમ તબ્બકામાં આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઈન વોરિયરનો સમાવેશ થશે. વેક્શીનેશન માટે જીલ્લામાં આઠ કેન્દ્ર નિશ્ચિત કરવામાં આવ્યા છે. કોરોના રસીએ આપણા દેશની ઉપલબ્ધી છે. આ રસીકરણથી કોઈ આડ અસર નહી થાય અને ભય ન પામવા પણ અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here