જામનગર : જેલ બહાર આવતાની સાથે ત્રણ યુવાનો પર થવાનું હતું ધડાધડ ફાયરીંગ પણ…

0
1907

જામનગર : જામનગરમાં જીલ્લા જેલ બહાર ગંભીર વારદાત સર્જાય તે પૂર્વે જ એલસીબી પોલીસે દેશી તમંચા સહિતના ઘાતક હથિયારો સાથે વાહનોમાં સવાર પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. જૂની અદાવતના ત્રણ આરોપીઓ જામીન પર છુટ્ટી જેલ બહાર આવે ત્યારે જ ફાયરીંગ કરી ઢીમ ઢાળી દેવા માટે આ ટોળકી સજ્જ હોવાનું બહાર આવ્યું છે. એલસીબીએ બે દેશી બનાવટના તમંચા એક ધારદાર ફરસી, કુહાડી, ધારીયુ, લોખંડની પાઇપ અને તલવાર જેવા છરા સહિતના હથીયારો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. જયારે અગ્યાર સખ્સો નાશી ગયા હતા.

જામનગર જીલ્લા જેલમાં રહેલ એક ગુનાના આરોપીઓને ગઈ કાલે જામીન મળ્યા હોવાની વાત સામે આવતા જુના મનદુઃખને લઈને એક ટોળકીએ જમીન મુક્ત ત્રણેય સખ્સોને જેલ બહાર આવતા જ પતાવી દેવાનો પ્લાન કર્યો હતો. દરમિયાન વારદાતને અંજામ આપવામાં આવે તે પૂર્વે જ જામનગર એલસીબીને ભનક આવી ગઈ હતી જેને લઈને રાત્રે સાડા નવેક વાગ્યે પોલીસની ટીમ જેલ પરિસર પહોચી હતી. જ્યાં જેલ બહાર જુદા જુદા વાહનોમાં સવાર ઇકબાલ બશીરભાઇ જોકીયા રહેવાસી ધરારનગર-૧, ઇદ  મસ્જિદ બાજુમાં, આશિફ અલીભાઇ રૂજા રહેવાસી મોરકંદા રોડ કાલાવાડ નાકા બહાર, સેટેલાઇટ શેરી નં.૩, રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહેવાસી શંકર ટેકરી રામનગર   શેરી નં. ૭, મુનાવર ઓસમાણભાઇ સિદ્દિકી રહેવાસી રબાનીપાર્ક શેરી નં. ૩ કલ્યાણ ચોક, અભિષેક વિમલભાઇ ઝાલા, રહેવાસી શાક માર્કેટ, ગીરધારી મંદીર પાસે, સાબુના ડેલાના સામે, જામનગર વાળા સખ્સોને આંતરી લીધા હતા. આ સખ્સોની અંગ જડતી લેતા તેના કબ્જા માંથી દેશી બનાવટના તમંચા-ર, જીવતા કાર્ટીઝ નંગ-૭, મોબાઇલ ફોન નંગ-૬, ધારદાર ફરસી નંગ-૬, કુહાડી-૧, ધારીયુ નંગ-૧, લોખંડની પાઇપ-૩, તલવાર જેવો છરો નંગ-૧, રોકડ રૂ. ૧૮,૭૦૦/- તથા ઇકો કાર નંગ-૧ મળી કુલ રૂ. ર,૬૬,૬૦૦ની મતા કબજે કરી હતી. પોલીસ પહોચતા જ અહી રહેલ આરોપીઓ હાજીભાઇ હમીરભાઇ ખફી સુમરા રહે. મસીતીયા ગામ તા.જિ. જામનગર, શિવાભાઇ જાડેજા, ઐયાજ ઐયુબભાઇ ખફી, રહીમ કાસમ સુમરા, હાજી ઐયુબ ખફી સુમરા, કીશન કોળી  તથા બીજા ત્રણ માણસો ( રેનોલ્ડ કવીડ ગાડીમાં) , ઇમરાન મોહમંદ સુમરા અને સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફે બાંઠીયો સહિતના અગ્યાર સખ્સો નાશી ગયા હતા.

પોલીસે તમામ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં જુના ઝઘડાની અદાવતમા જેલમાં રહેલ તુષાર ઉર્ફે રાજુ તથા લક્ષ્મણ ઉર્ફે અજય તથા રાજભા ચતુરસીંહ સોલંકી રહે. તમામ જામનગરનાઓને જામનગર જિલ્લા જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યેથી તેમની ઉપર દેશી બનાવટના તમંચાથી ફાયરીંગ કરી તથા અન્ય ધાતક હથિયારોની જીવલેણ ઇજા હુમલો કરી હત્યા નીપજાવવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ સખ્સોની સામે સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૩૦૭, ૧ર૦(બી)  તથા આર્મ્સ એકટ કલમ રપ(૧-બી)એ, તથા જી.પી.એકટ કલમ    ૧૩પ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપીઓએ ભેગા મળી એક સંપ કરી પૂર્વયોજિત કાવતરૂ રચી ધાતક હથિયારોથી સજજ થઇ હુમળો કરવાની ફીરાંકમાં હોવાનો આરોપ લગાવાયો છે.

કેમ વારદાતને અંજામ આપવાના હતા ????

જામનગરની ભાગોળે બાયપાસ રોડ પર આવેલ માધવબાગ પાસેની એક જમીન બાબતે વસરા પરિવાર અને આરોપી હાજી હમીરના પક્ષે ગત માસે મનદુઃખ થયું હતું. જેને લઈને મારામારી થવા પામી હતી. જે તે સમયે હાજી હમીરને ફેકચર સહિતની ઈજાઓ પહોચી હતી. આ પ્રકરણમાં જેલમાં રહેલ આરોપીઓ ગઈ કાલે જામીન મુકત થવાના હોવાની જાણ થતા હાજીએ અન્ય સખ્સોની મદદથી ત્રણેય આરોપીઓનું ઢીમ ઢાળી દઈ, શરીરના કટકા કરી ગોકુલનગર વિસ્તારમાં ટીંગાળવાનો પ્લાન કરી ખૌફ ઉભો કરવાનો પ્લાન હોવાની વિગતો પોલીસ સુત્રોમાંથી જાણવા મળી છે.બહાર આવી છે. શહેરના ઈતિહાસની વધુ એક ગમ્ભીર ઘટના ઘટે તે પૂર્વે પોલીસે પહોચી કાબેલેદાદ કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here