ધતિંગ : PSIના નામે ફોન કરી કંપની મેનેજર પાસેથી ૬૫૦ કરોડની તીનપતી ચિપ્સ ટ્રાન્સફર કરી લેવાઈ

0
592

જામનગર : અમદાવાદના યુવક સાથે વિચિત્ર છેતરપીંડી સામે આવી છે. યુવકના મિત્રને ફોન કરી અન્ય મિત્રને કોન્ફરસમાં જોડી રાજકોટના પીએસઆઈના નામે સાયબર ક્રાઈમ આચરવામાં આવ્યો છે. ફેસબુક પર યુવતીએ ખરાબ ફોટા મોકલ્યા છે એમ કઈ તપાસ કરવાના નામે યુવાનનું એકાઉન્ટની ગુપ્ત વિગતો માંગી તીનપતીની ૬૫૦ કરોડની ચિપ્સ અન્ય બે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હોવાનો કિસ્સો પોલીસ દફતર સુધી પહોચ્યો છે.

અમદાવાદમાં રહેતા અને ઈ કોમર્સ કંપનીમાં નોકરી કરતા સમીર પટેલ નામના યુવાન સાથે છેતરપીંડી થઇ છે. અઢી માસ પૂર્વે તેના મિત્ર પ્રતિક શાહનો ફોન આવ્યો હતો  અને કહ્યું કે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાંથી ફોન આવ્યો છે અને તારા વિષે પૂછે છે એમ કહી કથિત પીએસઆઈનો કોન્ફરન્સ કોલ જોડ્યો હતો. જેમાં સામેથી દિગ્વીજ્યસિંહ નામના સખ્સે તમામ વિગતો મેળવી, તેઓએ પોતાના ફેસબુક આઈડી પરથી યુવતીઓને ગંદા ફોટા મોકલ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તપાસ માટે કથિત પીએસઆઈએ સમીરભાઈ પાસેથી ફેસબુક આઈડી-પાસવર્ડ લઇ લીધો હતો. ત્યારબાદ સમીરભાઈના એકાઉન્ટમાંથી તીનપતીની ગેમના જમા થયેલ ૬૫૦ કરોડ ચિપ્સ અન્ય બે એકાઉન્ટમાં જમા કરાવી લેવાયા હતા અને એકાઉન્ટનો પાસવર્ડ પણ ચેન્જ કરી દેવામાં આવ્યો હતો. જેથી ફેસબુક એકાઉન્ટ ઓપન થઇ શકે. આ બાબતે સમીરભાઈએ સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. પીએસઆઈના નામે થયેલ કોલને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here