જામનગર : મેડીકલના વિદ્યાર્થીઓએ ગર્લ ફ્રેન્ડ સાથે એવું કામ કરતા સીધો સાદો યુવાન ચડી ગયો લેપટોપ ચોરીના રવાડે, ચોરની દિલધડક દાસ્તાન

0
833

જામનગર : જામનગરની એમપી શાહ મેડીકલ કોલેજ પરિસરમાં આવેલ પીજી હોસ્ટેલમાંથી છ લેપટોપની ચોરી કરનાર તમિલનાડુના સખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ સખ્સે જામનગર ઉપરાંત દેશભરમાં સંખ્યાબન્ધ લેપટોપ ચોરી કર્યા હોવાની  વિગતો સામે આવી છે.

જામનગર સીટી બી ડીવીજન પોલીસે લેપટોપ ચોરી કરતા સખ્સને પકડી પાડયો છે. આ સખ્સ  દ્વારા જામનગર ઉપરાંત દક્ષીણના રાજ્યોમાંથી ૫૦૦ ઉપરાંત લેપટોપ ચોરી કર્યાની કબુલાત આપી છે. તાજેતરમાં જામનગરની જી.જી. હોસ્પીટલ કેમ્પસમાં પીજી હોસ્ટેલ ખાતે રહેતા અને ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા કિંજલબેન રમણભાઇ પટેલએ પોતાના તથા અન્યના રૂમનુ તાળુ ચાવી વડે ખોલી અંદર પ્રવેશી કોઇ અજાણ્યો શખ્સ રૂ.1.22 લાખની કિંમતના જુદા જુદા છ લેપટોપ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી બી પોલીસ મથકમાં નોંધાવી છે. ચોરીનો આ બનાવ ગત તા. 26ના સવારથી બપોર દરમિયાન બન્યો હોવાનુ જાહેર થયુ હતું. આ બનાવના પગલે પોલીસે અજ્ઞાતશખ્સ સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદ મેળવી તેના સગડ દબાવવા માટે કવાયત હાથ ધરી છે.ભોગ બનનાર તબીબ છાત્રોએ રૂમને તાળુ મારી તેની ચાવીઓ વેન્ટીલેશનની બારીમાં રાખી હતી જે ચાવીઓ વડે રૂમના દરવાજા ખોલી અંદર પ્રવેશ કરીને અજાણ્યો શખ્સ ચારેય તબીબોના લેપટોપ ચોરી કરી ગયા હતા.

જેની ફરિયાદ બાદ સીટી બી ડીવીજન પોલીસે મેડીકલ કોલેજ આસપાસના ગેસ્ટ હાઉસ, હોટેલ અને પેસેન્જર વાહનો સુધી તપાસ કરાવી હતી. જેમાં એક હોટેલમાંથી કોલેજીયન જેવા સખ્સની શકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. આ સખ્સ રીક્ષામાં બેસી બસ સ્ટેન્ડ ગયો હોવાની વાતને લઈને પોલીસે બસ સ્ટેશન પર પહોચી તપાસ કરાવતા સખ્સ બસમાં બેસી રાજકોટ તરફ ગયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તપાસ વિસ્તારી હતી જેમાં આરોઈ રાજકોટથી ફ્લાઈટમાં રવાના થઇ દિલ્લી પહોચ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું જેને લઈને પોલીસે દિલ્લી તપાસ લંબાવી દિલ્લી ફરીદાબાદમાંથી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસ પહોચે તે પૂર્વે જ આરોપીએ તમિલનાડુમાં રહેતા તેના મિત્રને લેપટોપ પાર્સલ કરી દીધા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આ સખ્સ પાસેથી લેપટોપ મંગાવી આરોપીની સાથે જામનગર  લઇ આવી જાહેર કર્યું હતું. આ સખ્સે છેલ્લા પાંચેક વર્ષમાં દક્ષીણ ભારતની અનેક મેડીકલ કોલેજોમાંથી આસરે ૫૦૦ ઉપરાંત લેપટોપ ચોરી કરી લીધા હોવાની વિગતો સામે આવી છે.

 કેમ મેડીકલ વિદ્યાર્થીઓને નિશાન બનાવતો ???

વર્ષો પૂર્વે આ સખ્સ અભ્યાસ કરતો હતો ત્યારે કોલેજના વિદ્યાર્થીઓએ તેની ફ્રેન્ડનો લેપટોપ વાટે વિડીયો બનાવી વાયરલ કરી બદનામ કરી દીધી હતી. આ ઘટનાથી આ સખ્સને આઘાત પહોચ્યો હતો અને ત્યારથી આ ઘટનાનો બદલો લેવા મેડીકલ કોલેજના વિદ્યાથીઓના લેપટોપ ચોરી કરવાના રવાડે ચડ્યો હતો અને બાદમાં ધંધો બની ગયો હોવાનું એએસપી નીતેશ પાંડેએ જણાવ્યું છે. દેશભરની સરકારી મેડીકલ કોલેજની હોસ્ટેલને નિશાન બનાવતો હતો. ગુગલ દ્વારા જે તે હોસ્ટેલનું લોકેશન જાણી, સ્થળ પર પહોચી ચોરી કરતો હોવાનું સામે આવ્યું  છે. એક ચોરી બાદ અનેક ચોરીઓ આચરી ડીલરની ટીમ બનાવી હતી. ચોરી કરી ડીલરોને લેપટોપ પહોચાડતો હોવાનું  સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here