બે નેગેટીવ ન્યુઝ બાદ બચ્ચન પરિવાર માટે આ સમાચાર સારા

0
676

મુંબઈ : બોલીવુડના બેતાજ બાદશાહ અને મીલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ પોજીટીવ આવ્યા બાદ સમગ્ર બોલીવુડ અને તેના કરોડો ચાહકોમાં ચિંતાનું મોજું પ્રશરી ગયું છે. મોડી રાત્રે ખુદ અમિતાભ બચ્ચને ટ્વીટ કરી પોતાની તબિયતની સતાવાર જાણ કરી હતી. અમિતાભ હોસ્પિટલમાં દાખલ થયાના કલાક બાદ જ તેના પુત્ર અભિષેક બચ્ચનનો રીપોર્ટ પણ પોજીટીવ આવ્યો હતો. જેને લઈને આરોગ્ય તંત્રએ સમગ્ર પરિવારનો કોરોના ટેસ્ટ કર્યો હતો. હાલ પિતા પુત્ર મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

શનિવારની મોડી રાત્રે અમિતાભ બચ્ચને ટ્વીટ કરી પોતાને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાની જાણકારી આપી હતી. અમિતાભને રાત્રે જ હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મીલેનીયમ સ્ટારનો રીપોર્ટ પોજીટીવ આવતા અભિષેક, ઐશ્વર્યા બચ્ચન અને જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં અભિષેકનો રીપોર્ટ પોજીટીવ આવતા તેઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોલીવુડના મહત્વનું સ્થાન ધરાવતા સ્ટાર પિતા પુત્રની તબિયતને લઈને સમગ્ર ભારતભરમાં ચિંતાનું મોજું પ્રશરી ગયું હતું. આ બંન્નેના રીપોર્ટના પરીક્ષણ બાદ એશ્વર્યા અને જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા બચ્ચન પરિવારને હાસકારો થયો છે. હજુ અભિષેક અને એશ્વરિયાની પુત્રી આરાધ્યાના રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here