જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે એક યુવતીને વકીલાત કરતા સખ્સ સાથે કરવો પડેલો પ્રેમ મોંઘો પડ્યો છે. સવા વર્ષ સુધી ચાલેલ પ્રેમસંબંધ બાદ યુવતીના લગ્ન થઇ જતા ગિન્નાયેલા પ્રેમીએ યુવતીને બદનામ કરવા આવો તે ખેલ ખેલ્યો કે યુવતીની જીંદગીને બેહાલ થઇ ગયા છે. હાલ આ બનાવ અંગે યુવતીએ વકીલાત કરતા સખ્સ સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આજની યુવા પેઢી ભવિષ્યનો વિચાર કર્યા વિના જ દિલના સોદા કરી નાખે છે. પ્રેમકાળ દરમિયાન આ યુવા હૈયાઓને માસુક કે માસુકા સિવાય કશું દેખાતું જ નથી. આજનું મોટાભાગનું યુવાધન પ્રેમ સંબંધમાં સામાજિક રેખાઓ ઓળંગી જતું હોય છે પછી સૌથી વધુ ભોગવવાનો વારો આવે છે ફેમેલ પાત્રોને, આવો જ એક યુવતીઓને બોધપાઠ આપતો કિસ્સો પહોચ્યો છે ધ્રોલ પોલીસ દફતરે, તાલુકા મથકે રહેતી એક યુવતી બે વર્ષ પૂર્વે સરકારી કામકાજ સર તેની માતા સાથે મામલતદાર કચેરીએ જાય છે, જ્યાં વકીલાતનું કરતા હેમત ગેલજીભાઈ ઉર્ફે ઘેલાભાઈ સાથે યુવતીની આંખો મળી જાય છે. એકબીજાના મોબાઈલ નંબરની આપલે થાય છે. પછી બંધાય છે પ્રેમ સંબંધ, આ સંબંધમાં બંને એવા તો ભાન ભૂલી ગયા કે યુવતીએ પોતાના ભવિષ્યનો વિચાર પણ ન કર્યો, યુવતીના અન્ય જગ્યાએ લગ્ન થઇ ગયા બાદ પ્રેમિકાને પામવા ઇચ્છતા આરોપી હેમતે એક દિવસ યુવતીના અશ્લીલ ફોટા અને તેણી સાથેનું વિડીયો કોલ રેકોર્ડ તેણીના ભાઈ અને બનેવીને મોકલી આપી યુવતીની જીંદગી ધૂળધાની કરવાનો અનિષ્ટ પ્રયાસ કર્યો, ત્યાર બાદ આ સખ્સે કોઈ એપ્લીકેશન મારફતે ખરાબ અને ધમકી ભર્યા મેસેજ મોકલી, કોલ કરવા શરુ કર્યા હતા.
જેને પૂર્વ પ્રેમીના આવા વર્તનને લઈને પણ યુવતીએ કોઈ પ્રતિષાદ નહી આપતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના ધ્રોલ પોલીસ દફતરમાં યુવતીએ ફરિયાદના રૂપે લખાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.
નોંધ : ફોટો પ્રતીકાત્મ છે