અખબાર વિતરકના ઘરમાંથી મળી અધધ સંપતિ સાથે ગુપ્ત ધંધાનો થયો પર્દાફાસ

0
944

જામનગર : અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના એક યુવાને રાજકોટમાં રહેતી બેનના ઘરે આવી કરી લીધેલા આપઘાત બાદ પોપ્લીસે તેના ઘરની તલાસી લેતા અંદરથી અધધ કહી શકાય એટલી સંપતી મળી આવી છે. આ સાથે જ મૃતકના ગુપ્ત ધંધાનો કારોબાર સામે આવ્યો છે.

નાગેશ્રી ગામના  હિતેશ વ્રજલાલ ગોરડીયા નામના યુવાને ગત માસમાં આઠમી જુનના રોજ રાજકોટ ખાતે તેની બહેનના ઘરે જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવે તે પૂર્વે અન્ય એક બાબતનો ખુલાસો થયો છે. રાજકોટ પોલીસે મૃતકના ગામ સુધી તપાસ લંબાવી હતી. જેમાં પોલીસે તેના ઘરની તલાસી લેતા ઘર અંદરથી

સોના ચાંદીના દાગીના અલગ અલગ થેલાઓ ભરેલા મળી આવ્યા હતા. મૃતકના સાચવીને રાખેલ દાગીના જોઈ પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. પોલીસે સમગ્ર તપાસનું વિડીયો શુટિંગ કરાવ્યું  હતું.

પોલીસે ઘર અંદરથી 2 થી 3 કિલો સોનું અને ૪૦ કિલો ચાંદીનો જથ્થો કબજે કર્યો છે. આ તમામ સંપતિની કિંમત રૂપિયા 1,56,41,800 થાય છે, 1,56,41,800 (એક કરોડ છપ્પન લાખ એકતાલીસ હજાર આઠસો) થવા જાય છે. પોલીસની તલાસી દરમિયાન મૃતકના મકાનમાંથી કેટલીક કાગળમાં નામ સાથેની ચિઠ્ઠીઓ મળી આવી છે.  આ ચિઠ્ઠીઓમાં 800 ઉપરાંતના લોકોના નામ લખ્યા છે. આ દાગીના તે લોકોના ગીરે મુકેલ હોવાનું અને મૃતક વ્યાજનો ધંધો કરતો હોવાનુ સામે આવ્યું છે. ગામમાં છાપાઓનું વિતરણ કરતો હિતેશ વ્યાજનું મોટું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે આઈટીને પણ જાણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here