શોક : ગમખ્વાર અકસ્માત: ખંભાળિયાના ખજુરીયા ગામના ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત.

0
4244

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજુરીયા ગામના ત્રણ યુવાનોને પોરબંદર નજીક અકસ્માતમાં મૃત્યું નિપજ્યા છે. ખજુરીયા ગામના ત્રણેય યુવાનો માંગરોળ તાલુકાના લોઇજ ગામે જતા હોવાનું જાણવા મળ્યું છે.


પોરબંદર-વેરાવળ ધોરીમાર્ગ મરણચીસોથી ગુંજી ઉઠયો હતો. પોરબંદર નજીકના ચિકાસા અને નરવાઇ ગામ વચ્ચે કાર પલ્ટી જતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખજુરીયા ગામના ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યું નિપજ્યા હતા. ખંભાળિયા તાલુકાના મૃતક કિશન ચંદ્રાવડીયા, મયુર ચંદ્રાવડીયા અને ઘેલુ ચંદ્રાવડીયા નામના ત્રણેય યુવાનો ખજુરીયાથી માંગરોળ નજીકના લોઇજ ગામ જતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા ખજુરીયા ગામે શોકનું મોજુ પ્રસરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here