પુરપ્રકોપ ગ્રાઉન્ડ રીપોર્ટ : 5 માનવ, 442 પશુના મોત, 98 પાકા મકાન ધરાસાઈ, જુઓ 68 તસ્વીરો

0
943

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં ગત સોમવાર અને મંગળવારે અતિ ભારે વરસાદ ખાબક્યા બાદ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને જામનગર અને કાલાવડ અને જામજોધપુર તેમજ ધ્રોલ-જોડિયા તાલુકામાં ખેતી પાકો, લોકોને, પશુઓને ખૂબ નુકસાની અને હાની પહોંચી છે. જેને લઈને તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

જામનગર જીલ્લામાં જીલ્લા અને બહારના જિલ્લામાંથી આવેલ ૨૪ ટીમ દ્વારા નુકસાની માટે અસરગ્રસ્ત ગામો અને વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ૧૩૬ ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના સર્વે મુજબ ૪૬૨ મૃત પશુઓ થયા છે. જેના માલિકોને મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. આ તમામ માલિકોને  કેશ ડોલ્સ ચુકવવામાં આવશે.

જામજોધપુરના સમાણા નજીક બે કાર તણાઈ જતા દંપતીના મૃત્યુ નીપજતા તેના વારસદારને તત્કાલ ૮ લાખ ૪૧ હજારની સહાય કરવામાં આવી હોવાનું જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

જિલ્લામાં ગ્રામ વિસ્તારોમાં સર્જાયેલી તારાજી બાદ જીલ્લાના ત્રણ ધોરી માર્ગ અને ૧૭ રસ્તાઓ બંધ થઇ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ રસ્તાઓ પૈકી મોટા ભાગના રસ્તાઓ શરુ કરી દેવાયા છે. જયારે હજુ પણ ૬ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલ હોવાથી બંધ છે. પાણી ઉતરતાની સાથે જ તેનું સમારકામ કરી આવાગમન માટે તેને પૂર્વવત કરવાની કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાથમિક સર્વેમાં ૬૪૮૧ લોકોને ઘરવખરી-કપડાં સહાય, ૨૪૭૭૨ લોકોને કેશડોલ્સ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી સપ્તાહાંત સુધીમાં  ચુકવણાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવશે એમ જીલ્લા પ્રસાસને જણાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના કુલ ૩૪૬ ઝુંપડા અને કાચા મકાનો તેમજ ૯૮ જેટલા પાકા મકાનો ધરાસાઈ થયા છે. જેના સર્વે બાદ કેસ ડોલ્સ ચુકવવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે.

જયારે ૨૦૩૭૦ કુટુંબોને ઘરવખરી નુકશાની અંગે સહાય, ૩૩૪ ઝુંપડા અથવા તો કાચા પાકા મકાનોને નુકસાન, ૯૦ પાકા મકાનો,૫૪ સરકારી મકાનોને નુકસાન થયુ હોવાનો સર્વે રીપોર્ટ જાહેર થયો છે.

સૌથી વધુ ખરીફ પાક અને જમીનને નુકસાન થયુ છે. ખેતીના સર્વે માટે જામનગર ઉપરાંત ભાવનગર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની ગ્રામ સેવકોની ૧૦૦ ટીમ દ્વારા સર્વે કરાયો છે. જેમાં પૂરના પાણી પાક પર ફરી વળતા જીલ્લામાં ૩૧૪૭૪ હેકટર જમીનના પાકને નુકશાન  થયેલ છે, જયારે એક હજાર હેક્ટર બાગાયતી પાકને પણ નુસકાન પહોચ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉ

પરાંત ૧૫૨ જેટલા ગામ વિસ્તારમાં વીજપુરવઠો બંધ હતો જેમાંથી હાલ ૧૪૫ ગામનો વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવેલ છે.  જિલ્લાના ૫૦૯૩ વીજળીના થાંભલાઓને નુકસાન થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here