શોક : મિત્રતાના દિવસે જ ત્રણ મિત્રોના ડૂબી જતા એક સાથે થયા મોત

0
656

જામનગર અપડેટ્સ : ગુજરાત સહીત સમગ્ર દેશ મિત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યાં મોરબીમાં એક સાથે ત્રણ મિત્રોના ડેમમાં ડૂબી જતા મૃત્યુ નીપજતા શોકનું મોજું છવાઈ ગયું છે. ગઈ કાલે મોરબીના અમુક મિત્રો ટંકારા તાલુકામાં આવેલ ડેમી ડેમમાં ન્હાવા પડ્યા હતા. એક મિત્રને બચાવવા જતા ત્રણ મિત્રો  એક બાદ એક ડેમમાં ગરકાવ થઇ ગયા હતા.

મોરબીમાં રહેતા અમુક મિત્રો ગઈ કાલે મિત્રતાના દિવસે ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં ડેમી 2 ડેમમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન એમ મિત્રનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં અદ્રશ્ય થયો હતો. જેને લઈને અન્ય એક મિત્ર ડૂબતા મિત્રને બચાવવા પડ્યો હતું પરંતુ તે પણ ડૂબવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈ અન્ય એક મિત્ર પણ બંનેને બચાવવા ઝંપલાવ્યું હતું. પરંતુ બંને મિત્રોના મિત્રને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયા હતા અને ત્રણેય રિશી ભાવેશભાઈ દોશી (ઉં.વ.17) પુનિતનગર, મોરબી, દીપક દિનેશભાઇ હડિયલ (ઉ.વ.19) ક્રિષ્નાપાર્ક, મોરબી અને સ્વયં જેઠાભાઇ ભાનુશાલી (ઉં.વ.17) ક્રિષ્ના પાર્ક, મોરબી વાળા ત્રણેય મિત્રો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. આ બનાવના પગલે અન્ય મિત્રોએ પરિવાર અને ફાયરને જાણ કરી હતી. આ બનાવથી ત્રણેય મિત્રોના પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here