ઈશ્ક : પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા યુવાનને લાગી આવ્યું, ભર્યું આવું પગલું

0
327

જામનગર અપડેટ્સ : પ્રેમની વેદી પર અનેક પ્રેમી પંખીડાએ હસ્તે મોઢે ફાની દુનિયાને અલવિદા કરી છે. અમુકમાં પરિવાર-પરિવાર વચ્ચે મનમેળ ન થતા યુગલ જીવતર ટુકાવી લીધાના અનેક દાખલ છે. પરંતુ જેની સાથે પ્રેમ હોય એ જ પાત્ર લગ્નની ના પાડી દ્યે ત્યારે પ્રેમભગ્ન પાત્ર પણ અંતિમ પગલા તરફ પ્રયાણ કરતા હોય છે આવા પણ અનેક બનાવો દિનબદિન વધતા જ જાય છે. જામનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા હાર્દિક પેથાણી નામના ૨૫ વર્ષીય યુવાને એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વાત એમ છે કે હાર્દિકને તેની જ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સમય જતા હાર્દિકે આ સબંધને સંસારનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો પરતું યુવતી અને તેના પરિવારજનોએ જ લગ્નની ના પાડી દીધી હતી. જેથી યુવાનને લાગી આવ્યું હતું અને આ પગલું ભરી લીધું હતું. હાલ જીજી હોસ્પિટલમાં યુવાનની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here