હદ થઇ : ભગવાન તારા બનાવેલા તને લુટે છે ? જામજોધપુર પંથકમાં બે ચોર CCTVમાં કેદ

0
645

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે બાવીસી માતાના મંદિરને એક તસ્કરએ નિશાન બનાવ્યું હતું. આ ચોરી સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. બે ચાલક ચોર રાત્રે ત્રણેક વાગ્યે મંદિરમાં પ્રવેશે છે અને એક ચોર માતાના સ્થાનક  પર જુલતા છતરોને ઉતારી, ચોરી કરતો દેખાઈ રહ્યો છે. જામજોધપુર પોલીસે બંને સખ્સો સામે ફરિયાદ નોધી ભાળ મેળવવા તજવીજ શરુ કરી છે. બીજી તરફ તસ્કર કુલ સવા લાખના દાગીના ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. એક ચોરે ચોરી કરી હોવાનું જ્યારે અન્યએ રખોપુ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.  

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીશી ગામે ગઈ કાલે રાત્રીના બાવીસી માતાના મંદિરને કોઈ ચોરે નિશાન બનાવ્યું હતું. રાત્રે બિલાડી ચાલે કોઈ પણ હથિયાર વડે દરવાજો ખોલી છેક સ્થાનક સુધી પહોચેલ ચોર, પ્રથમ માતાજીને બે હાથ જોડી પગે લાગે છે. પછ માતાજીના ચડાવવામાં આવેલ સવા બે કિલો વજનના ચાંદીના ત્રણ છતરો, રૂપિયા દસ હજારની કિંમતનું ચાંદીનું  એક ઘોડિયું અને અડધો કિલો વજન ધરાવતો ચાંદીનો એક મુકટ તેજમ દસ હજારની દાનપેટીની પરચુરણ સહીત રૂપિયા એકલાખ એકવીશ હજારની મતા ચોરી કરી ગયો હતો.

આ બનાવ અંગે અહી સેવા પૂજા કરતા તુષારગીરી રમેશગીરી ગૌસ્વામીએ બે અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ઇન્ચાર્જ પીઆઈ સવસેટા સહિતના સ્ટાફે સીસીટીવીમાં નજરે પડતા સખ્સોની શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here