મીઠાપુર : પતિએ બાઇક લેવા સતત 30 હજારની માંગણી કરતા પિયર પક્ષે પુત્રી ગુમાવી

0
299

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાસરિયા સભ્યો દ્વારા શારીરિક માનસિક ત્રાસ અને દહેજની માંગણી કરવામાં આવતા થાકી ગયેલ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

મીઠાપુરમાં રહેતી હેતલબેન નીતીનભાઇ પીઠાભાઇ શ્રીમાળી ઉવ 27 નામની પરિણીતાએ ત્રણ માસ પૂર્વે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવ અંગે લાંબા સમય બાદ તેણીના જામનગર રહેતા પિયર પક્ષે પિતા પરસોતમભાઇ કાનજીભાઇ રત્નાગરે વેવાઈ પક્ષ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ
નીતીનભાઇ પીઠાભાઇ શ્રીમાળીએ કહ્યું હતું કે ‘તુંતારા બાપના ઘરેથી કરીયાવરમાં કાંઇ લાવી નથી’ તેમ કહિ નાની નાની વાતમાં મેણાંટોણાં મારી અવાર નવાર ઝગડા કરી મારકુટ કરી, વધુ કરીયાવર લઇ આવવા માંગણી કરી દબાણ કરતા અને દહેજ પેટે મોટર સાઇકલ લેવા માટે ફરીયાદી પાસે થી રૂપીયા ૩૦,૦૦૦ લઇ શારીરીક તથા માનસિક દુખ ત્રાસ આપ્યો હતો. જેને લઈને હેતલબેનએ કંટાળી જઇ જાતેથી ગળેફાંસો ખાઇ લીધો હતો. આરોપીએ તેણીને દુઃખત્રાસ આપી આત્મધાતનું દુષ્પ્રેરણ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ બનાવ અંગે પીઆઇ ડાંગર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here